Pics : કરીનાનું ફૅવરિટ ફૂડ : ભાત અને ઘી!
મુંબઈ, 29 જુલાઈ : બૉલીવુડમાં પોતાના ઝીરો સાઇઝ ફિગર દ્વારા કેટલાંય લોકોની ઊંઘ ઉડાડનાર કરીના કપૂરનું કહેવું છે કે તેઓ ડાયેટની બાબતમાં ચૂઝી નથી. કરીનાએ જણાવ્યું કે તેઓ પોતાના ભોજનમાં દરેક વસ્તુનો સમાવેશ કરે છે. પછી ભલે તે ઘી હોય કે રાઇસ કે પનીર. કરીના કહે છે કે તેઓ બધું જ ખાય છે અને તે સાથે જ તેઓ પાતાની જિંદગી એન્જૉય કરે છે. તેમની એજની છોકરીઓએ પણ બધું ખાવું જોઇએ અને સાથે એક્સરસાઇઝ પણ કરવી જોઇએ કે જેથી જે કંઈ પણ તેઓ ખાય, તેની ખોટી અસર ન થાય.
કરીના કપૂર તાજેતરમાં જ પોતાના ડાયેટિશન ઋતુજાની ડીવીડીના લૉન્ચિંગ પ્રસંગે દેખાયા હતાં. ઋતુજા એક ડૉક્યુમેંટ્રી પણ બનાવી રહ્યાં છે અને તે પણ કરીના કપૂર, કરિશ્મા કપૂર તેમજ સૈફ અલી ખાનની ડાયેટ અંગે. આ ડૉક્યુમેંટ્રીમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર તેમજ સૈફ અલી ખાન પોતાની ડાયેટ અંગે ચર્ચા કરશે. કરીના કપૂર જેમ જ તેમના બહેન કરિશ્મા કપૂર તથા પતિ સૈફ અલી ખાન પોતાની ડાયેટ અંગે ઘણાં જાગૃત રહે છે.
કરીના કપૂરના ડાયેટીશિયન ઋજુતાના કારણે જ કરીના કપૂર પોતાનું ઝીરો સાઇઝ ફિગર પામી શક્યાં અને તેથી જ કરીના બાકીના તમામ લોકોને પણ પોતાની બહેતર ડાયેટ તેમજ પોતાની હેલ્થ સાથે સંકળાયેલી બાબતો શૅર કરવા માંગે છે. કરીનાએ આ ડીવીડી લૉન્ચિંગ દરમિયાન લોકોને પોતાના ઝીરો સાઇઝ ફિગર તેમજ સાથે જ ડાયેટ અંગે અનેક વાતો શૅર કરી.
આવો તસવીરો સાથે જાણીએ કરીના કપૂરના ઝીરો સાઇઝ ફિગર અને સુંદર સ્કિન વિશે :

કરીનાને ગમે છે ઇન્ડિયન ફૂડ
કરીનાએ જણાવ્યું કે તેમને અને તેમના પતિદેવ એટલે સૈફ અલી ખાનને ઇન્ડિયન ફૂડ ગમે છે જેમ કે વટાણા પનીર, દાળ, ભાત વિગેરે. જ્યારે પણ તેઓ કોઇક રેસ્ટોરંટમાં ડિનર કે લંચ કરવા જાય, ત્યારે તેઓ રાઇસ અને વટાણા-પનીર કે પાલક પનીર વિગેરે જ ઑર્ડર કરે છે.

દાળ-ભાત મનપસંદ
કરીનાએ જણાવ્યું કે જ્યારે તેઓ કોઈ પાર્ટીમાં જાય, તો ત્યાં દાળ-ભાત ખાય છે, જ્યારે તેમની સાથેની બાકીની અભિનેત્રીઓ તેમને કહે છે કે અરે ભાત તો અમે નથી ખાઈ શકતાં, આપ કઈ રીતે ખાઓ છો? પણ હું આરામથી બેસી દાળ-ભાત ખાઉ છું અને ખુશ રહુ છું.

ઘી પણ ગમે છે
કરીનાને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઘી પણ ખાય છે, કારણ કે ઇન્ડિયન ફૂડમાં ઘીત-તેલ-માખણનો બહુ ઉપયોગ થાય છે. કરીનાએ જણાવ્યું કે તેમને ઘી પણ પસંદ છે અને તેઓ ઘી પણ ખાય છે, પણ સાથે જ એક્સરસાઇઝ પણ કરે છે.

કંઈ પણ ખાઓ, ખુશ રહો
કરીના કહે છે આપ કંઈ પણ ખાઓ, પણ આપે ખુશ રહેવું જોઇએ. ભોજન બાદ આપને સંતુષ્ટિ થવી જોઇએ. કોઈ પ્રકારનું ટેંશન કે કોઈ ફિકર ન થવી જોઇએ. તેમણે જણાવ્યું કે તેઓ જ્યારે ઇન્ડિયન ફૂડ લે છે, તે રાત્રે તેમને ખૂબ જ નિશ્ચિંતપણે ઊંઘ આવે છે.

કરીના રોજ સવારે ખાય છે કેળાં
કરીનાએ સવારના નાશ્તા અંગે જણાવ્યું કે તેઓ રોજ સવારે કેળાં ખાય છે. તે ખૂબ જ જરૂરી છે, કારણ કે કેળા તેમના બ્લડ માટે પણ ખૂબ જ સારાં છે અને સાથે જ કૅલ્શિયનો પણ સારો સ્રોત છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
