શું કરિશ્મા કપૂર ફરી કરશે લગ્ન?

છેલ્લા ઘણા સમયથી કરિશ્મા કપૂર સંદીપ તોશ્નિવાલને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે. શું કરિશ્મા સંદીપ સાથેનું પોતાનું રિલેશન ઓફિશિયલ કરવા જઇ રહી છે?

પોતાના પહેલા પતિ સંજય કપૂરથી છૂટા પડ્યાં બાદ કરિશ્મા કપૂર તેનાં બંન્ને બાળકો સાથે મુંબઇમાં એકલી જ રહે છે. છેલ્લા ઘણા સમયથી કરિશ્મા સંજય તોશ્નિવાલને ડેટ કરી રહી હોવાની ખબરો ફેલાઇ રહી છે, પરંતુ આ બંન્ને આવા સવાલોથી બચતા ચાલે છે.

વળી, તેઓ સાથે પબ્લિક પ્લેસ પર મીડિયા સામે પણ બહુ ઓછા આવે છે. જો કે, પરમદિવસે રાતે કરિશ્માએ પોતાના આ કહેવાતા બોયફ્રેન્ડ સંદીપ તોશ્નિવાલ સાથે પબ્લિક એપિરિયન્સ આપ્યો હતો. ડિરેક્ટર ક્રિષ્ના ડી.કે.ની પાર્ટીમાં આ બંન્ને સાથે જોવા મળ્યાં હતા! કરિશ્મા અને સંદીપ આ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે કેમેરામાં કેપ્ચર થઇ ગયા હતા. જુઓ તસવીરો..

અહીં જુઓ- Rare Pics:આદિત્ય ચોપરા, રાણી મુખર્જી અને દિકરી અદિરા

કરિશ્મા અને સંદીપ

કરિશ્મા અને સંદીપ

છેલ્લા ઘણા સમયથી કરિશ્મા એક ફાર્માસ્યૂટિકલ કંપનીના સીઇઓ સંદીપ તોશ્નિવાલને ડેટ કરતી હોવાનું કહેવાય છે. સંદીપ પોતે પણ ડિવોર્સી છે અને તેને પોતાની પહેલી પત્નીથી બે દિકરીઓ છે. કરિશ્માનો પહેલો પતિ સંજય કપૂર પણ ડિવોર્સી હતો અને હવે તે ફરી એકવાર એક ડિવોર્સી સાથે જ રિલેશનમાં આવી હોવાનું કહેવાય છે. ગઇ કાલે રાતે બંન્ને સાથે પાર્ટીમાંથી નીકળ્યા હતા અને તેમને કેમેરામાં સાથે કેપ્ચર થઇ જવાનો બિલકુલ ભય નહોતો. આ વાતે સૌનું ધ્યાન ખેંચ્યુ છે અને કહેવાઇ રહ્યું છે કે કરિશ્મા જલ્દી જ તેના બોયફ્રેન્ડ સાથેનું રિલેશન ઓફિશિયલ કરશે.

કરિશ્મા અને સંદીપ કરશે લગ્ન?

કરિશ્મા અને સંદીપ કરશે લગ્ન?

સંદીપ અને કરિશ્માની ઓળખાણ એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી અને ત્યારથી આ બંન્ને વચ્ચેનો બોન્ડ ખૂબ સ્ટ્રોંગ હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, વચ્ચે બંન્નેના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હોવાના પણ સમાચાર આવ્યા હતા. લેટેસ્ટ જાણકારી અનુસાર સંદીપ મુંબઇ બાન્દ્રામાં 3 BHKનું એક નવું ઘર શોધી રહ્યો છે અને તે આ ઘર કરિશ્માને ગિફ્ટમાં આપવાનો હોવાનું કહેવાય છે. કરિશ્મા હાલ તેના બંન્ને બાળકો સમીરા અને કિઆન સાથે એકલી જ રહે છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

એક્ટર સૈફ અલી ખાન, જે પોતાના ફેમિલીમાં એક નવા મેમ્બરને વેલકમ કરવા એકદમ તૈયાર છે, તે પણ આ પાર્ટીમાં એકદમ ખુશનુમા મિજાજમાં જોવા મળ્યો હતો.

કૃણાલ અને સોહા

કૃણાલ અને સોહા

કૃણાલ કપૂર અને સોહા અલી ખાન પણ પોતાના સ્ટયલિશ અવતારમાં અહીં જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X