લવ આજ કલ બૉક્સ ઑફિસ પર ફ્લોપ થવા પર કાર્તિક આર્યને આ રિએક્શન આપ્યા
લવ આજ કલ બૉક્સ ઑફિસ પર ફ્લોપ થવા પર કાર્તિક આર્યને આ રિએક્શન આપ્યા
2020માં રિલીઝ થયેલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ બૉક્સ ઑફિસ પર ઉંધે મોઢે ખાબકી છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મે દર્શકોને બહુ નિરાશ કર્યા હતા. હાલમાં જ જ્યારે કાર્તિકને આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, બૉક્સ ઑફિસ પર શાનદાર પરફોર્મસ મળવું સારું છે, પરંતુ એવરેજથી ઓછું થવા પર પણ હું પરેશાન નથી.

લવ આજ કલ 2020ની સૌથી વડી ફ્લૉપ ફિલ્મોમાં સામેલ છે. કાર્તિક અગાઉ સતત ત્રણ હિટ ફિલ્મ આપી ચૂક્યો હતો. સારા સાથે તેની જોડીની ચર્ચા પણ ખુબ ચાલી, પરંતુ ફિલ્મ રિલીઝ થતાં જ દર્શકોએ તેને નકારી કાઢ્યો.
ફિલ્મ ફ્લૉપ થતાં કાર્તિકે કેવી રીતે હેન્ડલ કર્યું... આ સવાલના જવાબમાં કાર્તિકે કહ્યું કે, "કોઈ ચીજ હેન્ડલ કરવી પડી હોય તે મને નથી લાગતું. મને જ્યારે લવ આજ કલની ઑફર થઈ હતી તો મેં ઈમ્તિયાઝની લવ સ્ટોરી ફિલ્મ પર કામ કરવાની પ્રક્રિયાને લઈ સૌથી વધુ એક્સાઈટેડ હતો."
તેમણે આગળ કહ્યું કે, "સેટ પર મેં ઘણી ચીજો સીખી. તે સમયે એનર્જી અલગ જ લેવલની હતી. આ ફિલ્મે એક એક્ટર તરીકે મને એટલું બધું આપ્યું કે હું રિઝલ્ટને લઈ પરેશાન ના થયો. બૉક્સ ઑફિસ પર શાનદાર પરફોર્મન્સ મળવું સારું છે પરંતુ એવરેજથી ઓછું થવા પર પણ હું પરેશાન નથી થતો. ઓછામા ઓછા અત્યારે તો નહિ જ, બલકે ફિલ્મમાં મારા પરફોર્મન્સને ખુબ પસંદ કરવામાં આવ્યું, ખાસ કરીને મારા પસંદીત ફિલ્મમેકરે... જે મારા માટે કાફી છે."
હાલ કાર્તિક આર્યનના હાથમાં કેટલીય ફિલ્મો છે. અનીસ બજ્મીની ભૂલ ભૂલૈયા 2, ધર્મા પ્રોડક્શનની દોસ્તાના 2 અને રામ માધવાનીની ફિલ્મ ધમાકા...












Click it and Unblock the Notifications
