Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિલેશનશિપમાં છે કેટરીના કૈફ અને વિકી કૌશલ? બંનેના અફેરને બૉલિવુડ એક્ટરે કર્યુ કન્ફર્મ

ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે કે વિકી કૌશલ કેટરીના કૈફ કદાચ રિલેશનશિપમાં છે અને આ બૉલિવુડ એક્ટરે તેને ઈશારા ઈશારામાં કન્ફર્મ પણ કરી દીધુ છે.

બૉલિવુડની ગલીઓમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના રિલેશનશિપ વિશે રોજ કંઈ નવુ સાંભળવા મળે છે. વિકી કૌશલ કૈટરીના કૈફના અફેર વિશે સતત કહેવાઈ રહ્યુ છે પરંતુ બંને સ્ટાર્સે આના પર મ્હોર લગાવી નથી. જ્યારે બંનેને સાથે ઘણી વાર એકબીજાના ઘરે પણ સ્પૉટ કરવામાં આવી ચૂક્યા છે. પરંતુ હવે ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે કે વિકી કૌશલ કેટરીના કૈફ કદાચ રિલેશનશિપમાં છે અને આ બૉલિવુડ એક્ટરે તેને ઈશારા ઈશારામાં કન્ફર્મ પણ કરી દીધુ છે. અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરે વિકી કૌશલ અને કેટરીના કૈફના સંબંધ પર મ્હોર લગાવી દીધી છે. હાલમાં જ તેમણે ઈન્ટરવ્યુમાં એવા જવાબ આપ્યા જે બાદ વિકી-કેટરીનાની લવસ્ટોરીને કન્ફર્મ માનવામાં આવી રહી છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફનુ નામ લીધુ

વિકી કૌશલ અને કેટરીના કૈફનુ નામ લીધુ

હાલમાં જ અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન Zoom સાથે ચેટ શોમાં જોવા મળ્યો. અહીં હર્ષને પૂછવામાં આવ્યુ કે ઈન્ડસ્ટ્રીનુ કયુ રૂમર્સ કપલ છે જેના વિશે તમને લાગે છે કે આ સાચુ છે કે પીઆર મૂવ છે? આ સવાલ પર તરત જ હર્ષવર્ધને વિકી કૌશલ અને કેટરીના કૈફનુ નામ લીધુ. એટલુ જ નહિ હર્ષવર્ધને એ પણ કહ્યુ કે વિકી કૌશલ અને કેટરીના સાથે છે. પરંતુ હવે મારુ આવી બન્યુ, હું આ જવાબ પછી ફસાઈ શકુ છુ. તમને જણાવી દઈએ કે હર્ષવર્ધન કપૂર જલ્દી નેટફ્લિક્સ એંથોલૉજી રેમાં જોવા મળશે.

વિકી-કેટરીના ખુદ ક્યારે લગાવશે પોતાના રિલેશન પર મ્હોર

વિકી-કેટરીના ખુદ ક્યારે લગાવશે પોતાના રિલેશન પર મ્હોર

પહેલી વાર કોઈ સ્ટારે વિકી કૌશલ અને કેટરીના કૈફના રિલેશનને કન્ફર્મ કરી છે. હવે ફેન્સની નજર આ કપલ પર છે કે ક્યારે બંને ખુદ પોતાના રિલેશન પર અધિકૃત મહોર લગાવે છે.

બંનેને સાથે થયો કોરોના

બંનેને સાથે થયો કોરોના

થોડા દિવસ પહેલા વિકી કૌશલે સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતુ કે તેને કોરોના થઈ ગયો છે તેના બીજા જ દિવસે કેટરીના કૈફે પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. આ માહિતી બાદ ફેન્સે બંનેના સાથે રહેવાથી થયુ હોવાની વાત કહી હતી.

કેટરીનાની બિલ્ડિંગમાં જોવા મળ્યો વિકી કૌશલ

કેટરીનાની બિલ્ડિંગમાં જોવા મળ્યો વિકી કૌશલ

હાલમાં જ વિકી કૌશલ રૂમર ગર્લફ્રેન્ડ કેટરીના કૈફના ઘરની બહાર જોવા મળ્યો. લગભગ સાડા ત્રણ વાગે દિવસે તે કેટરીનાના ઘરે જતો દેખાયો હતો. પછી તે રાતે સાડા આઠ વાગે ઘરે પાછો જવા નીકળતો દેખાયો.

કેટરીનાની લવસ્ટોરી

કેટરીનાની લવસ્ટોરી

કેટરીનાનુ નામ રણબીર કપૂર, સલમાન ખાન સાથે જોડાઈ ચૂક્યુ છે. રણબીર કપૂર સાથે તે લિવ-ઈનમાં પણ રહી હતી. પરંતુ રણબીર હવે આલિયાને ડેટ કરી રહ્યો છે. કેટરીનાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ટાઈગર 3માં જોવા મળશે. કોરોનાના કારણે ફિલ્મનુ શૂટિંગ બંધ થઈ ગયુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે જલ્દી ટાઈગર 3નુ શૂટિંગ ફરીથી શરૂ થશે. સલમાન ખાન સાથે તે એકવાર ફરીથી સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X