For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ કર્યુ એલાન, કર્યુ આ નેક કામ

કેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ એલાન કરી આ નેક કામ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટના કારણે થયેલ દેશવ્યાપી લૉકડાઉનમાં સૌથી ખરાબ હાલત મજૂરોની થઈ છે. ભોજન અને કામ માટે તરસી રહેલ આ મજૂરો માટે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે જેમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પણ શામેલ છે. આ લિસ્ટમાં હવે જાણીતી અભિનેત્રી કેટરીના કૈફનુ નામ પણ જોડાઈ ગયુ છે. કેટરીના કૈફે હવે મજૂરોની મદદ કરવાનુ બીડુ ઝડપ્યુ છે.

વહેંચ્યુ ભોજન અને સેનિટરી સાથે જોડાયેલી વસ્તુઓ

વહેંચ્યુ ભોજન અને સેનિટરી સાથે જોડાયેલી વસ્તુઓ

આ અંગેની માહિતી કેટરીના કૈફે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી. કેટરીનાએ મંગળવારે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની આસાપસના જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરવાનુ એલાન કર્યુ. કેટરીનાએ લખ્યુ છે - કે - બ્યુટી એન્ડ દેહાંત ફાઉન્ડેશન #KareWithKayBeauty માટે ફરીથી ભાગીદારી કરવા જઈ રહી છે. કેટરીના કૈફે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની આસપાસના ગામોમાં રહેતા મજૂરોના પરિવારોને આર્થિક સહયોગ આપી રહ્યા છે. આમાં કેટરીા આ મજૂરોા ભોજન અને સેનિટરી સાથે જોડાયેલી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

કેટરીના જરૂરિયાતમંદોને કામ અપાવવામાં કરી રહી છે મદદ

કેટરીના જરૂરિયાતમંદોને કામ અપાવવામાં કરી રહી છે મદદ

સામાજિક કાર્યો માટે કેટરીના કૈફની આ નેક પહેલ છે. કેટરીનાએ મેકઅપ રેન્જથી થતો ફાયદો દેહાંત ફાઉન્ડેશન સામાજિક સંસ્થાને દાન કરી રહી છે. કેટરીને આ સામાજિક સંસ્થાના માધ્યમથી પછાત શહેરોની મહિલાોને રોજગાર સાથે જોડશે કારણકે કેટરીનાનુ એ માનવુ છે કે આર્થિક મદદ કરવાના બદલે જરૂરિયાતમંદોને આજીવિક આપવાથી સામાજિક ઉત્થાન સરળતાથી કરી શકાશે.

આ અનોખા અંદાજમાં કરી રહી છે ગરીબ મહિલાઓની મદદ

આ અનોખા અંદાજમાં કરી રહી છે ગરીબ મહિલાઓની મદદ

બિહારની આ સંસ્થા ગ્રામીણ મહિલાઓને જૂના છાપામાંથી બનતી પેન્સિલના ઉત્પાદનનુ પ્રશિક્ષણ આપશે. કેટરીનાની લૉંચ કરવામાં આવેલી બ્યુટી રેન્જની ખરીદી પર આ પેન્સિલ લોકોને મફત આપશે. કેટરીનાએ કહ્યુ કે આ પ્રોજેક્ટની શરૂઆતમાં જ આ કામ કરવાનુ મન બનાવી લીધુ હતુ. તેમણે કહ્યુ કે છેવટે આપણે સમાજને આના દ્વારા શું પાછુ આપી શકીએ છે? ગામની મહિલાઓ માટે મદદના બદલે રોજગાર પેદા કરવાની આ પહેલ મને ખૂબ સારી લાગી અને આ સાથે જોડાઈને હું ઘણુ ગૌરવશાળી અનુભવુ છુ. તેણે કહ્યુ કે આનાથી મહિલાઓ રોજગાર મેળવીને પોતાના પગ પર ઉભી થઈ શકશે.

વીડિયો શેર કરીને કેટરીનાએ પોતાના ફેન્સને કરી આ અપીલ

કેટરીનાએ પોતાના ફેન્સને પોતાનો આ વીડિયો શેર કરીને અપીલ કરી કે જરૂરિયાતના સમયે દરેક મદદ મહત્વ ધરાવે છે. તે પણ ઈચ્છે તો આનાથી જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ આ પહેલા પીએમ કેર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોશમાં પણ મદદ આપી ચૂકી છે. ત્યારે કેટરીનાએ જણાવ્યુ હતુ કે, હું પીએમ કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહતકોશ મહારાષ્ટ્રને દાન કરવાનો સંકલ્પ લઉ છુ. કેટરીના કૈફની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે સલમાન સાથે ભારતમાં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપડાએ શેર કરી પોતાની બેડરૂમ સિક્રેટ, આ હોય છે નિક જોનસની ડિમાન્ડપ્રિયંકા ચોપડાએ શેર કરી પોતાની બેડરૂમ સિક્રેટ, આ હોય છે નિક જોનસની ડિમાન્ડ

English summary
Katrina Kaif help daily wage women to employment, doing this noble work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X