For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓહ નો! નહીં જોવા મળે કિંગ-કૅટનો રોમાંસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 ઑગસ્ટ : જબ તક હૈ જાન બાદ કૅટરીના કૈફ અને શાહરુખ ખાનને હૅપ્પી ન્યુ ઈયરમાં ફરીથી જોવાની રાહ જોતા લોકો માટે માઠાં સમાચાર છે. કૅટરીના આ ફિલ્મમાં કામ નહીં કરી શકે. તેમની પાસે સમય નથી. તેઓ ઑલરેડી ફિક્સ થઈ ચુક્યાં છે.

shahrukh-katrina

અગાઉ જાણવા મળ્યુ હતું કે ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ-કૅટરીનાનો રોમાંસ પુનઃ જોવા મળશે, પણ વિશ્વસનીય સૂત્રની માનીએ તો કૅટરીનાએ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સાઇન કરી છે કે જેમાં સૈફ અલી ખાન તેમના હીરો છે. ઉપરાંત લેખક ચાર્લ્સ ડિકેંસના પુસ્તક ગ્રેટ એક્સપેક્ટેશન્સ પર આધારિત અભિષેક કપૂરની ફિલ્મમાં પણ કૅટરીના કૈફ કામ કરવાનાં છે. તેથી તેમની પાસે સમય નથી.

કૅટરીના કૈફ ફરાહ ખાન સાથે આ અગાઉ અક્ષય કુમાર અભિનીત તીસ માર ખાં ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે અને કૅટ-ફરાહ સારા મિત્રો પણ છે. કૅટ હૅપ્પી ન્યુ ઈયરમાં કામ કરવા માંગતા હતાં. દરમિયાન એમ પણ જાણવા મળે છે કે ફરાહ ખાન આ ફિલ્મ માટે નવો ચહેરો શોધતા હતાં, પરંતુ તેમણે કૅટનો સમ્પર્ક કર્યો. હવે જ્યારે કૅટ ઇનકાર કરી ચુક્યાં છે, ત્યારે ફરાહ ખાન બીજી કોઈ અભિનેત્રીની તલાશ કરશે. એમ પણ ફરાહને આ ફિલ્મ માટે એવા નાયિકાની જરૂર હતી કે જે મરાઠી લહેજામાં ઝડપી હિન્દી બોલી શકે અને નૃત્યમાં પણ નિપુણ હોય. આમ કૅટરીના કૈફ કદાચ આ ફિલ્મ સાથે બંધ નહિં જ બેસત.

નોંધનીય છે કે શાહરુખ ખાન અને કૅટની જોડી છેલ્લે જબ તક હૈ જાન ફિલ્મમાં દેખાઈ હતી. ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ હતાં.

English summary
For those who have been waiting to see Shah Rukh Khan-Katrina Kaif re-unite for "Happy New Year" after "Jab Tak Hai Jaan", there is bad news. The actress won't be able to do the film due to prior commitments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X