બીચ પર વિક્કી કૌશલની બાહોમાં રોમાન્સ કરતી જોવા મળી કેટરિના, જુઓ ફોટો
અભિનેત્રી કેટરિના કૈફે હાલમાં જ તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. કેટરિનાના બર્થ ડે પર વિક્કી કૌશલે કેટલાક ફોટો શેર કરીને કેટરીનાને બર્થ ડે વિશ કર્યુ હતું. આ ફોટોમાં બોલિવૂડનું આ બોલ્ડ કપલ દરિયા કિનારે એકબીજાની બાહોમાં જોવા મળી રહ્યું છે.
વિકી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તે પત્ની કેટરિના કૈફ સાથે વેકેશન પર જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા વચ્ચે બન્ને એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે.

ફોટો સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બન્નેના ફેન્સ ખૂબ જ ખુશ છે અને આ કપલ વચ્ચેના પ્રેમના વખાણ કરી રહ્યા છે. વિકી કૌશલ અને કેટરીના કૈફની આ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે, કેટરિના કૈફના બર્થ ડે પહેલા બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનુમાન છે કે બર્થડે સેલિબ્રેટ કરવા માટે બંને કોઈ ખાસ જગ્યાએ જઈ રહ્યા હતા. હવે વિકી કૌશલે પત્ની કેટરિના કૈફ પર પ્રેમ વરસાવતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં કેટરીના કૈફ ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી છે. બંને બીચ પર એકબીજા સાથે રોમેન્ટિક જોવા મળ્યા છે.
કેટરીના કૈફના બર્થ ડે પર તેના ફેન્સ અને બોલિવૂડ સ્ટાર તેને બર્થ ડે વિશ કરતા જોવા મળ્યા. કેટરિના કૈફના દિયરે તેની ભાભીના જન્મદિવસ પર એક સુંદર પોસ્ટ શેર કરી હતી. વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલે ભાભી કેટરિના માટે લખ્યું- મારા જીવનની શાનદાર અને સુંદર મહિલાને જન્મદિવસની શુભેચ્છા. કેટરિના કૈફ તમને ખૂબ પ્રેમ અને આલિંગન.
જણાવી દઈએ કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં થયા છે. બંનેએ લાંબા સમયથી પોતાની રિલેશનશીપને પ્રાઈવેટ રાખી હતી. ત્યારબાદ તેમના લગ્નના સમાચારે તમામને ચૌકાવી દીધા.












Click it and Unblock the Notifications
