Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કટ્ટી બટ્ટી કે MSG 2 જાણો બોક્સ ઓફિસ પર કોણે કરી વધુ કમાણી

આ શુક્રવારે બોલીવૂડની બે ફિલ્મો રિલિઝ થઇ એક કંગના રાણવત અને ઇમરાન ખાનની રોમાન્ટિક કોમેડી કટ્ટી બટ્ટી અને બીજી બાબા રામ રહીમની એમએસજી-2. કટ્ટી બટ્ટી ભારતભરના લગભગ 2600 સ્ક્રીન પર એક સાથે શુક્રવારના રોજ રિલિઝ થઇ. ત્યારે એમએસજી 2 એટલે કે મેસેન્જર ઓફ ગોડ-2 ડોમેસ્ટિક માર્કેટમાં 1800 સ્ક્રીન પર રિલિઝ થઇ.

ત્યારે ઓપનિંગ ડેના રોજ આ બન્ને ફિલ્મોમાંથી કંઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા રૂપિયાની કમાણી કરી અને રિવ્યૂ અને બોક્સ ઓફિસના આધારે કંઇ ફિલ્મનું ફ્યૂચર છે બ્રાઇટ તે વિષે જાણવાનો પ્રયાસ અમે અમારા આ લેખમાં કર્યો છે. તો વાંચો આ આર્ટીકલ અને જાણો બન્ને ફિલ્મોનું ઓપનિંગ કલેક્શન અને કંઇ ફિલ્મ આવનારા સમયમાં હિટ સાબિત થશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

કટ્ટી બટ્ટીથી આશ

કટ્ટી બટ્ટીથી આશ

થોડા સમય પહેલા જ્યારે કટ્ટી બટ્ટી રિલિઝ થવાની હતી ત્યારે કંગના રાણાવતની તેમાં હાજરી હોવાના કારણે ફિલ્મ ક્રિટિકો આશા સેવી રહ્યા હતા કે આ ફિલ્મ એટલિસ્ટ સારું ઓપનિંગ તો આપશે જ.

ફિલ્મના રિવ્યૂએ બાજી બગાડી

ફિલ્મના રિવ્યૂએ બાજી બગાડી

પણ ફિલ્મની રિલિઝ થયા બાદ તેના રિવ્યૂ સાંભળીને લોકોએ આ ફિલ્મથી થોડી દૂરી જરૂરથી બનાવી.

પહેલા દિવસનું કલેક્શન

પહેલા દિવસનું કલેક્શન

તેમ છતાં આ ફિલ્મે તેના ઓપનિંગ દિવસે 5.25 કરોડ રૂપિયાની કમાણી કરી. જો કે બોમ્બે વેલવેટે તેના ઓપનિંગ દિવસે 5.20 કરોડની કમાણી કરી હતી. જેના કરતા તો કટ્ટી બટ્ટી આગળ જ છે.

કટ્ટી બટ્ટી હિટ કે ફ્લોપ?

કટ્ટી બટ્ટી હિટ કે ફ્લોપ?

જો કે ફિલ્મના જાણકારોનું માનવું છે કે આ ફિલ્મની હિટ જવાની શક્યતા થોડી ઓછી જ છે જેનો સીધો ફાયદો એમએસજી-2ને થઇ શકે છે.

ઇમરાનનું શું?

ઇમરાનનું શું?

ત્યારે જો કટ્ટી બટ્ટી પણ ફ્લોપ ગઇ તો ઇમરાન ખાનના નામ પર ફ્લોપ હિરોનો બટ્ટો તો લાગી જ જશે.

મેસેન્જર ઓફ ગોડ-2

મેસેન્જર ઓફ ગોડ-2

તમને જાણીને નવાઇ લાગશે પણ બાબા રામ રહીમ સિંહજીની આ ફિલ્મે તેના ઓપનિંગ ડે પર સારું પર્ફોર્મન્સ આપ્યું છે.

ઓપનિંગ ડે કલેક્શન

ઓપનિંગ ડે કલેક્શન

આ ફિલ્મ તેના ઓપનિંગ ડે પર 3.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે તેની ડોમેસ્ટિક માર્કેટને જોતા ખુબ જ સારી છે.

હિટ કે ફ્લોપ

હિટ કે ફ્લોપ

જાણકારોનું માનીએ તો કટ્ટી બટ્ટીની નિષ્ફળતા એમએસજી-2ને સફળતા આપશે.

એમએસજી

એમએસજી

નોંધનીય છે કે એમએસજી-2 પહેલા બનેલી ફિલ્મ એમએસજીને પંજાબ સરકારે બેન કરી હતી.

તમારો મત

તમારો મત

ત્યારે તમારો મત શું છે શું કટ્ટી બટ્ટી હિટ રહેશે કે પછી એમએસજી-2 તમારા વિચારો નીચેના કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવજો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X