Kaun Banega Crorepati 16 : પરિવાર સાથે KBC માં જવાનો શાનદાર મોકો, જાણો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવુ?’
Kaun Banega Crorepati 16 : જો તમે કૌન બનેગા કરોડપતિમાં જવા ઈચ્છો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમને તમારા પરિવાર સાથે કેબીસીમાં જવાનો મોકો મળી શકે છે.
કૌન બનેગા કરોડપતિમાં હાલમાં જ ફેમિલી વીકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમે પરિવાર સાથે હોટ સીટ પર પહોંચી શકો છો.

આ સેગમેન્ટમાં ત્રણ-ત્રણ પરિવારોને બોલાવવામાં આવશે, જે એકસાથે શોમાં ભાગ લેશે. આ શોમાં જ્ઞાનને ચકાસવાની માત્ર એક શ્રેષ્ઠ તક જ નહીં પણ અમિતાભ બચ્ચન સાથે આનંદ માણવાની પણ એક શ્રેષ્ઠ તક છે.
જો તમે ફેમિલી વીકનો ભાગ બનવા માંગતા હોય તો પરિવારના તમામ સભ્યોની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જો પરિવારના સભ્યો નોંધણી માટે SonyLIV એપ્લિકેશન દ્વારા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપે છે તો તેમની એન્ટ્રી થઈ શકે છે. એકવાર દાખલ થયા પછી તમે મોટી રકમ જીતી શકો છો.
જણાવી દઈએ કે, ફેમિલી વીક માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જો તમે પણ તેનો ભાગ બનવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે તેની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 છે. આ પછી રજીસ્ટ્રેશન બંધ થઈ જશે. જો તમે આ તક ગુમાવવા માંગતા નથી તો આજે જ નોંધણી કરો અને શોનો ભાગ બનો.












Click it and Unblock the Notifications
