કેદારનાથ પર પ્રતિબંધની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ગણાવ્યો પબ્લિસિટી સ્ટંટ

સારા અલી ખાન અને સુશાંત સિહં રાજપૂત સ્ટારર ફિલ્મ કેદારનાથને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી ગઈ છે, કોર્ટે ફિલ્મને પ્રતિબંધ કરવાની યાચિકાને ફગાવી દીધી છે.

સારા અલી ખાન અને સુશાંત સિહં રાજપૂત સ્ટારર ફિલ્મ કેદારનાથને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી ગઈ છે, કોર્ટે ફિલ્મને પ્રતિબંધ કરવાની યાચિકાને ફગાવી દીધી છે. કોર્ટે PIL ને યાચિકાકર્તા તરફથી પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે અને સાથે જ 5000 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એ એસ દવે અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે જનહિત યાચિકા ફગાવી દીધી જેમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા ફિલ્મની રિલીઝને રોકવાની માંગ કરવામાં આવી હતી.

કેદારનાથ પર પ્રતિબંધની માંગ કરતી યાચિકા ફગાવી

કેદારનાથ પર પ્રતિબંધની માંગ કરતી યાચિકા ફગાવી

તમને જણાવી દઈએ કે ફિલ્મને દેશભરમાં 7 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી રહી છે. આને અભિષેક કપૂરે ડાયરેક્ટ કરી છે. જો કે ફિલ્મ અંગે ઉત્તરાખંડમાં બબાલ ચાલુ છે. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ વચ્ચે ઉત્તરાખંડ સરકારે બુધવારે ચાર સભ્યોની ટીમ બનાવી છે કે જે આ ફિલ્મ અંગે ચાલી રહેલા વિવાદની તપાસ કરશે.

ફિલ્મ લવ-જેહાદનો પ્રોત્સાહન આપે છે!

ફિલ્મ લવ-જેહાદનો પ્રોત્સાહન આપે છે!

આ પહેલા ઉત્તરાખંડ હાઈકોર્ટમાં આના વિરોધમાં યાચિકા દાખલ કરવામાં આવી છે. આ યાચિકા દાખલ કરી છે ગઢવાલના સમાજસેવી સ્વામી દર્શન ભારતી અને બદરીનાથ ધામના હરિકિશન કમોઠીએ જેમણે ફિલ્મ નિર્માતા પર આરોપ લગાવ્યો છે કે ભગવાન કેદારનાથનું અપમાન કરીને વિદેશી મદદથી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ હિંદુઓ તેમજ પહાડની આસ્થા સાથે ભદ્દો મજાક છે. આ ફિલ્મ લવ-જેહાદને પ્રોત્સાહન આપે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે કેદારનાથમાં સેંકડો વર્ષોથી મુસ્લિમ રહે છે અને મંદિરમાં નમાઝ પઢે છે. જ્યારે મંદિર કે તેની આસપાસ એક પણ મુસ્લિમ પરિવાર કે વ્યક્તિ રહેતો નથી.

લિપ લૉક સીન પણ વિવાદનું કારણ

લિપ લૉક સીન પણ વિવાદનું કારણ

ફિલ્મ કેદારનાથમાં ઉત્તરાખંડની આફતને દર્શાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યુ છે. ફિલ્મના ગીતો પર પણ લોકોને વાંધો છે. ફિલ્મમાં એક લિપ લૉક સીન પણ વિવાદનું કારણ બનેલો છે.

હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકની પ્રેમ કહાની

હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકની પ્રેમ કહાની

અભિષેક કપૂર નિર્દેશિત આ ફિલ્મ પૂરમાં ફસાયેલી એક હિંદુ શ્રદ્ધાળુને એક મુસ્લિમ દ્વારા બચાવાયા બાદ બંને વચ્ચે પાંગરતા પ્રેમની કહાની છે એટલા માટે પુરોહિતોએ કહ્યુ છે કે ફિલ્મ લવ-જેહાદને પ્રોત્સાહન આપી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X