મારા કપડા ઉતારી ફોટો પાડ્યા, એક્ટરે રંજીત પર લગાવ્યા ગંભીર આરોપ
Mee Too in Kerala Film Industry: જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. એક પછી એક ઘણા મોટા કલાકારો હવે આગળ આવી રહ્યા છે, અને તેમની સાથે થયેલા શોષણને લોકો સમક્ષ ખુલ્લેઆમ રજૂ કરી રહ્યા છે.
જસ્ટિસ હેમા કમિટિનો રિપોર્ટ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સના યૌન શોષણ પર વિગતવાર રિપોર્ટ રજૂ કરે છે. જેમાં ઘણા મોટા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓના નામ સામે આવી રહ્યા છે.
આ દરમિયાન કેરળ પોલીસે ફિલ્મ નિર્દેશક રંજીથ વિરુદ્ધ જાતીય દુર્વ્યવહારનો બીજો કેસ નોંધ્યો છે. આ કેસ એક પુરુષ અભિનેતાની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો છે.
જેણે આરોપ લગાવ્યો હતો કે રંજીથે તેને 2012માં બેંગ્લોરની એક હોટલમાં બોલાવ્યો હતો, તેને કપડાં ઉતારવા જણાવ્યું હતું અને નગ્ન ફોટોગ્રાફ્સ લીધા હતા. એટલું જ નહીં, રંજીતે કથિત રીતે આ તસવીરો એક મલયાલમ અભિનેત્રીને મોકલી હતી.

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મોહનલાલે પણ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યૌન શોષણ પર જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટને લઈને પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દોષિતોને સજા થવી જોઈએ.
નોંધનીય છે કે, તેઓ એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટના પ્રમુખ હતા, તેમણે એએમએમએના સભ્યો પર સમાન આરોપોને કારણે તેના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. મોહનલાલે જણાવ્યું હતું કે, આ માટે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જવાબદાર હોવી જોઈએ.
હું કોઈ જૂથનો ભાગ નથી - મોહનલાલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ઉદ્યોગમાં કોઈ શક્તિશાળી જૂથનો ભાગ નથી અને આવા જૂથોના અસ્તિત્વથી વાકેફ નથી.
તેમણે કહ્યું, હું મલયાલમ સિનેમાના કોઈ શક્તિશાળી જૂથનો ભાગ નથી અને આવા કોઈ જૂથના અસ્તિત્વ વિશે પણ જાણતો નથી. મેં આ વિશે પહેલીવાર સાંભળ્યું છે.
આ સાથે મોહનલાલે રાજ્યની બહાર વ્યક્તિગત અને વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓને કારણે મીડિયાને સંબોધવામાં અસમર્થ હોવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અવરોધો છતાં તેમની જવાબદારીઓ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
