ખાન સરે કપિલ શર્મા શોમાં શેર કરેલી ઘટનાથી સહુ કોઈની આંખોમાં આવી ગયા આંસુ, Video થયો વાયરલ
રવિવારે કપિલ શર્મા શોમાં ખાન સરે શેર કરેલી યુપીએસસી ઉમેદવારની સ્ટોરીએ બધાની આંખોમાં આંસુ લાવી દીધા. જુઓ વીડિયો.
Khan Sir In Kapil Sharma Show: પટનાના જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર ખાન સરને કોણ નથી જાણતુ. માત્ર બિહાર નહિ પરંતુ દેશભરના યુવાનો તેમને પસંદ કરે છે અને તેમની વાતો પર અમલ કરે છે. હાલમાં જ રવિવારે કપિલ શર્મા શોમાં મહેમાન બનીને પહોંચ્યા. અહીં તેમણે પોતાના જીવનના અનુભવો શેર કર્યા અને દર્શકોને ખૂબ હસાવ્યા. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવો અમે તમને જણાવીએ કે શું છે આ વાયરલ વીડિયોની કહાની.

ખાન સર લે છે આટલી ફી
ખાન સર ખૂબ જ ઓછી ફી લેવા માટે જાણીતા છે. તેમણે કહ્યુ કે અન્ય કોચિંગ સંસ્થાઓ યુપીએસસી પરીક્ષા જે ભારતમાં સૌથી મુશ્કેલ પરીક્ષા છે, તેની તૈયારી કરાવવા માટે અઢી લાખ ફી લે છે પરંતુ તેઓ માત્ર સાડા સાત હજાર રૂપિયા લે છે. તેમણે કહ્યુ કે તેમના કોચિંગમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આટલી ઓછી ફી ચૂકવવી પણ મુશ્કેલ હોય છે કારણ કે તેમાંથી મોટાભાગના લોકો બીજાના ઘરમાં વાસણો ધોતા હોય છે મજૂર તરીકે કામ કરતા હોય છે.

ખાન સરે એક છાત્રાની દુઃખદ કહાની શેર કરી
ખાન સર તેમની એક છાત્રા વિશે જણાવે છે કે તેમના વિદ્યાર્થીએ એક દિવસ તેમને પૂછ્યુ કે શું તમે તેમની સાંજની બેચને સવારની બેચમાં બદલી શકો છો. જ્યારે ખાન સરે તેને પૂછ્યુ કે તે શા માટે બેચ બદલવા માંગે છે, તો તેમની વિદ્યાર્થીએ કહ્યુ કે તેને સાંજે વાસણો ધોવા જવાનુ હોય છે તેથી તે સાંજે આવી શકશે નહિ.

છાત્રાની લગન અને મજબૂરી જોઈ ઘટાડી ફી
જ્યારે ખાન સરે લોકોની લાચારીની વાત શેર કરી ત્યારે માત્ર કપિલ શર્મા અને અર્ચના પૂરણ સિંહ જ નહીં પણ દર્શકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ખાન સર આટલી ઓછી ફી કેમ લે છે તેના જવાબમાં તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ અને અભ્યાસ પ્રત્યેના તેમના સમર્પણને જાણ્યા બાદ તેમણે તેમની ફીમાં આટલો ઘટાડો કર્યો હતો.

મારા વિદ્યાર્થીઓ લોકોના ઘરોમાં વાસણો ધોવે છે
ખાન સરે એ પણ જણાવ્યુ કે તેમની ટીમે ફીમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યુ કે 7.5 હજાર આપણા માટે નાની રકમ છે પરંતુ તેમના વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓ આવે છે જેઓ ખરેખર વાસણો ધોવે છે અને ટ્યુશન ફી ચૂકવવા માટે સખત મહેનત કરે છે.

લોકોની મજબૂરીઓ જોઈ કાંપી ગયો હું
8 જાન્યુઆરી, રવિવારના રોજ પ્રસારિત થયેલા આ શોમાં ખાન સરે કહ્યુ કે જ્યારે મે લોકોની મજબૂરીઓ સાંભળી ત્યારે હું ચોંકી ગયો હતો અને તે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ન લઈ શક્યો. તેમણે કહ્યુ કે મે તે જ ક્ષણે શપથ લીધા હતા અને નક્કી કર્યુ હતુ કે શિક્ષણ મેળવનાર કોઈપણ માટે પૈસાની અછત ક્યારેય સમસ્યા નહિ બને.
ખાન સરને લોકોએ ગણાવ્યા રિયલ હીરો
કપિલ શર્માના શોનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેના પર એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે, 'તમારુ યોગદાન ભૂલી શકાય તેમ નથી. ખાન સર લવ યુ.' મોટાભાગના યુઝર્સે ખાન સરને તેમના અસલી હીરો કહ્યા છે. એક એન્જિનિયર યુઝરે લખ્યુ છે કે, 'ખાન સર માટે ખૂબ જ સન્માન.એક એન્જિનિયર તરીકે હું મારા અભ્યાસ દરમિયાન અંગત રીતે ઘણુ શીખ્યો છુ.' કપિલ શર્માનો આ શો અત્યાર સુધીના શ્રેષ્ઠ શોમાંનો એક છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.

કોણ છે ખાન સર
બિહારની રાજધાની પટનામાં ખાન જીએસ રિસર્ચ સેન્ટરના સ્થાપક અને એક યુટ્યુબર પણ છે. તેમની યુટ્યુબ ચેનલના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. ખાન સર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે. UPSC સિવિલ સર્વિસ અને સરકારી નોકરીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટે ખાન સરનુ કોચિંગ બિહારમાં સૌથી લોકપ્રિય કોચિંગ છે. ખાન સર રેલવે, એનડીએ, નેવી, સીડીએસ, બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહો શીખવે છે. ખાન સરની વિષય શીખવવાની રીત દરેકને આકર્ષે છે. તેમની બોલવાની અને સમજાવવાની રીત તદ્દન અલગ છે.












Click it and Unblock the Notifications
