લંડનમાં નહી પણ મુંબઇમાં થશે 'ડૉન'ના ખભાનું ઑપરેશન

ડીએનએના જણાવ્યા અનુસાર શાહરુખ ખાનને આ તફલીફ લાંબાગાળાથી છે અને ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમને તફલીફ વધી ગઇ હતી. તેમના ડાબો ખભો નબળો છે અને તેની એક નાની સર્જરી મુંબઇની બ્રીચ કેંડી હોસ્પિટલમાં થોડાં વર્ષો પહેલાં કરવામાં આવી હતી.
શાહરૂખ ખાનના પરિવાર અને તેમના અંગત મિત્રોને જ ખબર છે કે આ સર્જરીની રૂપરેખા મુંબઇ ખાતેની લીલાવતી હોસ્પિટલમાં નક્કી કરવામાં આવી છે. ઓપરેશન બાદ તેમને થોડાં દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને ઠીક થતાં લગભગ એક મહિના જેટલો સમય લાગશે. શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ પુરી થતાં અને આઇપીએલની સ્પર્ધા પુરી થયા આ બાદ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
