કિરણ રાવે શરૂ કરી ફિલ્મ નિર્માણ કમ્પની
મુંબઈ, 13 મે : ફિલ્મ દિગ્દર્શક કિરણ રાવ યુવા કલાકારોને તક આપવા માટે પોતાની નિર્માણ કમ્પનીની શરુઆત કરવા જઈ રહ્યાં છે. કમ્પનીનું નામ છે કિરણ રાવ.

કિરણ રાવે જોકે આ અંગે વધુ માહિતી આપી નથી. તેમની સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું - કિરણ પોતાના નવા કામને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો તેની વિષય વસ્તુ સારી હોય, તો તેઓ હંમેશા રચનાત્મક કાર્યોને પસંદ કરે છે.
બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના પત્ની કિરણ રાવ પોતાના બૅનર હેઠળ તેવા લોકોને તક આપશે કે જે લોકોમાં મોટા બૅનર હેઠળ કામ કરવાની યોગ્યતા હોય. કિરણ પોતાની પ્રથમ ફિલ્મ શિપ ઑફ થેસસ જુલાઈમાં રજૂ કરશે. તેનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક આનંદ ગાંધી કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
