કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નના ફોટો સામે આવ્યા, ખૂબસૂરત ફોટો વાયરલ
અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે આખરે લગ્ન કરી લીધા છે. હવે તેમના લગ્નના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
બેટ્સમેન કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા છે. લાંબો સમય એકબીજાને ડેટ કર્યા બાદ આથિયા અને કેએલ રાહુલ એકબીજાના થયા છે. આ લગ્નના ફોટો હવે સામે આવ્યા છે. ફોટોમાં કપલ ખુશખુશાલ અંદાજમાં ફેરા લેતુ જોઈ શકાય છે.

આથિયા અને કેએલ રાહુલના લગ્ન પુરા થયા
લગ્ન બાદ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ તેમના લગ્નના ફોટો ફેન્સ માટે શેર કર્યા છે. આ ફોટોમાં લગ્નની મહત્વની રસમો નિભાવતા જોઈ શકાય છે. ફોટોમાં રાહુલ અને આથિયા હાથમાં હાથ નાંખીને ફેરા લઈ રહ્યા છે.

ફેન્સ માટે ફોટો શેર કર્યા
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ફોટોમાં આથિયા ઓફ વ્હાઈટ લહેંગામાં કમાલની ખૂબસુરત લાગી રહી છે. તો કેએલ રાહુલ પણ હેન્ડસમ લાગી રહ્યો છે.

ફોટોમાં બન્ને ખુશ દેખાયા
વાયરલ થયેલા ફોટોમાં આથિયા અને રાહુલ ખુશ દેખાઈ રહ્યા છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે આખરે બન્ને એકબીજાના થયા છે. આ લગ્નની ફેન્સ પણ રાહ જોઈ રહ્યા હતા.

રાહુલ આથિયાનો હાથ પકડીને જોવા મળ્યો
ફોટોમાં રાહુલ આથિયાનો હાથ પકડીને ફેરા લઈ રહ્યો છે. લગ્ન પુરા થયા બાદ આથિયા અને કેએલ રાહુલ બન્નેએ તેમના ફેન્સ માટે ફોટો શેર કર્યા હતા. આ ફોટો ફેન્સ શેર કરી રહ્યા છે.

ફેન્સ ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
ફેન્સ આ કપલના લગ્નથી ખુબ જ ખુશ છે અને તેમના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ફોટોમાં આથિયાની સ્માઈલ તેની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવી રહી છે.

આથિયાએ ફેન્સ માટે મેસેજ લખ્યો
ફોટો શેર કરતા આથિયાએ ફેન્સ માટે એક મેસેજ લખ્યો. આથિયાએ લખ્યુ કે, આજે અમારા સૌથી પ્રિય લોકોની હાજરીમાં અને એ ઘરમાં લગ્ન કર્યા જેણે અમને અપાર સુખ અને શાંતિ આપી છે. કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે અમે જીવનની આ સફર માટે તમારા આશીર્વાદ માંગીએ છીએ.

સુનિલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો
લગ્ન બાદ આથિયા શેટ્ટીના પિતા અભિનેતા સુનિલ શેટ્ટીએ મીડિયાનો પણ આભાર માન્યો હતો અને મિઠાઈ વહેંચી હતી. અહીં સુનિલ શેટ્ટી અને આથિયાનો ભાઈ અહાન શેટ્ટી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

આઈપીએલ બાદ રિશેપ્શન યોજાશે
સુનિલ શેટ્ટી દિકરીના લગ્ન બાદ ખુશ દેખાયા અને તેમને મીડિયાને જણાવ્યુ કે તે સસરા બની ગયા છે. અહીં તેમણે એ પણ જણાવ્યુ કે, આઈપીએલ બાદ આથિયા અને રાહુલનું રિશેપ્શન યોજાશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી







Click it and Unblock the Notifications
