For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણવીર સિંહની વર્લ્ડ કપ 83નું બજેટ જાણીને ચોંકી જશો

રણવીર સિંહ અને કબીર ખાન પોતાની અપકમિગં ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હવે ફિલ્મનું બજેટ સાંભળીને તમારા હોશ ઉડી જશે.

|
Google Oneindia Gujarati News

રણવીર સિંહ અને કબીર ખાન પોતાની અપકમિગં ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હવે ફિલ્મનું બજેટ સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ ફિલ્મનું બજેટ 170 કરોડ રૂપિયા છે. જો કે આ ફક્ત ચર્ચા છે, આંકડા વધારે ઓછા હોઈ શકે છે. પરંતુ હાલ 170 કરોડના આંકડા સાથે 83 રણવીર સિંહની બીજી સૌથી મોંઘી ફિલ્મ બની ચૂકી છે.

આ પહેલા રણવીર સિંહની પદ્માવત અને બાજીરાવ મસ્તાની ખૂબ જ મોંઘી ફિલ્મ હતી. જો કે 83ના આ બજેટ પાછળથી એટલી વાત તો સ્પષ્ટ છે કે કબીર ખાન પોતાની ફિલ્મમાં VFX અને ગ્રાફિક્સ સાથે કોઈ સમજૂતી નથી કરવાના.

આ પણ વાંચો: 'રુહીઅફઝા'ના સેટ પરથી જ્હાન્વી કપૂરના ફોટો વાયરલ, સિંપલ લુકમાં જોવા મળી

83 પહેલા આ જ વર્ષે રિલીઝ થવાની હતી, જો કે હવે આ ફિલ્મ 10 એપ્રિલ 2020માં રિલીઝ થવાની ચર્ચા છે. રસપ્રદ વાત એ છે કે આ સમય દેશમાં આઈપીએલ ચાલતી હોય છે, ત્યારે ફિલ્મ રિલીઝ કરવી સારી અને ખરાબ બંને અસર પડી શકે છે.

ફિલ્મમાં રણવીર સંહ કપિલ દેવના રોલમાં દેખાશે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમાના પાત્રમા છે. આ ઉપરાંત પંકજ ત્રિપાઠી ટીમ ઈન્ડિયાના તે સમયના કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું બજેટ સાંભળીને ફેન્સને ચિંતા થઈ છે કે જેમાં સૌથી મોટી ચિંતા છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવુ પર્ફોમ કરશે. જુઓ બોલીવુડની કેટલીક અત્યંત મોંઘી ફિલ્મો.

પદ્માવત

પદ્માવત

સંજય લીલા ભણસાલીની દીપિકા પાદુકોણ સ્ટારર પદ્માવત 190 કરોડના બજેટમાં બની હતી. જેમાંથી 170 કરોડ ફિલ્મ માટે અને 20 કરોડ પબ્લિસિટી માટે ખર્ચાયા હતા.

બાજીરાવ મસ્તાની

બાજીરાવ મસ્તાની

ફિલ્મ 145 કરોડના બજેટમાં બની હતી. જો કે ફિલ્મ હિટ રહી હતી. શાહરુખ ખાનની ફિલ્મ સાથે ક્લેશ છતાંય ફિલ્મે કમાણી કરી હતી.

મોહન જો દડો

મોહન જો દડો

આ ફિલ્મનું નુક્સાન છુપાવવા તેનું બજેટ ઓછું દર્શાવાય છે. પરંતુ ટ્રેડપંડિતોની વાત મુજબ ફિલ્મનું બજેટ 90 કરોડ હતું તે વધીને 120 કરોડ થઈ ગયું હતું.

શિવાય

શિવાય

શિવાયનું બજેટ હતું 105 કરોડ અને એટલે જ ફિલ્મ ફ્લોપ ઈ ગઈ. શૂટિંગ દરમિયાન બજેટના કારણે કેટલીકવાર આ ફિલ્મ અટકી ગઈ હતી, પરંતુ ફિલ્મનું બજેટ વધી ગયું.

2.0

2.0

ફિલ્મ રોબોટની સિક્વલ 2.0 ઈન્ડિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનું બજેટ 350 કરોડ હતું.

બાહુબલી

બાહુબલી

બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી 200 કરોડના ખર્ચે બની હતી. અને ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો 180 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મ સૂરજ બરજાત્યાએ ડિરેક્ટ કરી હતી.

ધૂમ 3

ધૂમ 3

આમિર કાનની ફિલ્મ ધૂમ 3 170 કરોડમાં તૈયાર થઈ હતી. ધૂમ 3 બોલીવુડની સૌથી વદુ કમાણી કરનારી ફિલ્મોમાની એક છે.

બેંગ બેંગ

બેંગ બેંગ

હ્રિતિક રોશન અને કેટરીના કૈફની ફિલ્મ બેંગ બેંગનું બજેટ હતું 160 કરોડ

હેપ્પી ન્યૂ યર

હેપ્પી ન્યૂ યર

શાહરુખ ખાનની આ ફિલ્મ 150 કોરડમાં બની હતી.

કિક

કિક

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિક 140 કરોડમાં બની હતી.

English summary
know about kabir khan and ranveer singh film 83 budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X