• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુશલ પંજાબીએ મરતા પહેલા દીકરા અને માતા-પિતાના નામે કરી સંપત્તિ, લખી દોઢ પાનાંની સુસાઈડ નોટ

|

જાણીતા અભિનેતા કુશલ પંજાબીએ આત્મહત્યા કરી લીધી છે. તે માત્ર 37 વર્ષના હતા. કુશલનુ શબ ઘરમાં લટકતુ મળી આવ્યુ હતુ. બાંદ્રા પોલિસને તેમના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે લખ્યુ છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી અને બધી સંપત્તિ માતા-પિતા, બહેન અને પુત્રને આપવામાં આવે. કુશલ માત્ર ટેલિવિઝન જ નહિ પરંતુ બોલિવુડમાં પણ ઘણા જાણીતા હતા.

દોઢ પાનાંની સુસાઈડ નોટ

દોઢ પાનાંની સુસાઈડ નોટ

કુશલે મરતા પહેલા દોઢ પાનાંની સુસાઈડ નોટ લખી હતી. આમાં તેમણે લખ્યુ, મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. મારી સંપત્તિનો 50 ટકા ભાગ મારા મારા માતાપિતા અને બહેનમાં સમાન ભાગે વહેંચી દેવામાં આવે, બાકીનો ભાગ ત્રણ વર્ષના દીકરાને આપવામાં આવે.

પોલિસે નોંધ્યો સુસાઈડ કેસ

પોલિસે નોંધ્યો સુસાઈડ કેસ

ડીસીપી પરમજીત સિંહને કહ્યુ, અમને સુસાઈડ નોટ મળી જેમાં તેમણે લખ્યુ છે કે આના માટે કોઈને પણ જવાબદાર ગણવામાં ન આવે. અમે તપાસ કરી રહ્યા છે. અમે સુસાઈડ કેસ નોંધી લીધો છે. કેસની તપાસ કરનારઅધિકારીઓનુ કહેવુ છે કે કુશલે ગુરુવારે કોઈનો ફોન નહોતો ઉઠાવ્યો. તેમને માતાપિતા ગુરુવારે બપોરે 2 વાગ્યાથી તેમને ફોન કરી રહ્યા હતા પરંતુ તે કોઈ જવાબ નહોતા આપી રહ્યા. ત્યારે તેમણે તેમના ઘરે આવવાનુ વિચાર્યુ.

આ પણ વાંચોઃ કુશાલ પંજાબીની સુસાઈડ નોટ મળી, દોસ્તે પણ જણાવ્યુ આત્મહત્યાનુ કારણ

રાતે ઘરે પહોંચ્યા માતાપિતા

રાતે ઘરે પહોંચ્યા માતાપિતા

કુશલના માતાપિતા રાતે 10.30 વાગે તેમના ઘરે પહોંચ્યા તો તેમને દરવાજો બંધ મળ્યો. તેમણે 10.50 એ દરવાજો ખોલ્યો અને ફ્લેટમાં આવ્યા. ત્યારે તેમને પોતાનો દીકરો બેભાન અવસ્થામાં મળી આવ્યો. તે ફંદા પર લટકેલો હતો. પડોશીઓએ રાતે 11.10 વાગે પોલિસને ઘટનાની સૂચના આપી અને કુશાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા.

દોસ્ત ચેતન હંસરાજે શું કહ્યુ?

દોસ્ત ચેતન હંસરાજે શું કહ્યુ?

પોલિસના જણાવ્યા અનુસાર કુશલે જ્યારે આ પગલુ લીધુ ત્યારે તે ઘરે એકલા હતા અને તેમની પત્ની વિદેશમાં હતી. કુશલના દોસ્ત ચેતન હંસરાજે જણાવ્યુ કે કુશલનુ દામ્પત્યજીવન બરાબર નહોતુ ચાલી રહ્યુ. જેના કારણે તે ડિપ્રેશનમાં હતા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં ચેતને કહ્યુ, ‘હા, તેણે આત્મહત્યા કરી છે. તે પોતાની પત્નીથી અલગ થઈને દુઃખમાં હતા અને છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. મે થોડા દિવસ પહેલા તેમની સાતે વાત કરી. ત્યારે તેણે મને જણાવ્યુ કે તે ઘણો દુઃખી છે. મે તેને સમજાવવાની બહુ કોશિશ કરી હતી કે તેણે આ બધાથી દુઃખી ન થવુ જોઈએ અને આગળ વધવુ જોઈએ. મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે તે આવુ પગલુ ઉઠાવી લેશે.'

કરણવીરે શોક વ્યક્ત કર્યો

કરણવીરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કુશાલના નિધન વિશે જણાવ્યુ છે. તેમણે લખ્યુ છે, ‘તારા આ રીતે જવાથી ઝટકો લાગ્યો છે. હું આ માનવા માટે તૈયાર નથી કે તુ હવે આ દુનિયામાં નથી રહ્યો. હું તને ખૂબ જ યાદ કરવાનો છુ. તે પોતાના જીવનમાં ઘણા લોકોને પ્રેરણા આપી છે. મને પણ આપી છ. હું જાણુ છુ કે તુ હવે આનાથી વધઉ સારી દુનિયામાં છે.' મીડિયા રિપોર્ટ અનુસાર કુશાલે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી છે. જો કે આની પાછળનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

યુરોપિયન ગર્લફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

યુરોપિયન ગર્લફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

કુશલે વર્ષ 2015માં પોતાની યુરોપિયન ગર્લફ્રેન્ડ ઑડ્રી ડૉલેન સાથે લગ્ન કર્યા હતા. એપ્રિલ 2016માં તેમના દીકરાનો જન્મ થયો. બંનેનુ દામ્પત્ય જીવન બરાબર નહોતુ ચાલી રહ્યુ. માનવામાં આવી રહ્યુ છે કે કુશલ આના કારણે ડિપ્રેશનમાં હતા અને એટલા માટે તેમણે આ પગલુ ઉઠાવ્યુ. આ લગ્નથી કુશલને 3 વર્ષનો પુત્ર છે. પુત્રનુ નામ કિયાન છે. કુશલ પોતાની પત્નીથી દૂર હોવાના કારણે દુઃખી હતા.

English summary
kushal punjabi divide his property between parents and son, wrote one and half page suicide note.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X