For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાન-અક્ષય કુમાર સહિત ઘણી બૉલિવુડ અને ટૉલિવુડ હસ્તીઓ પર કેસ નોંધાયો, જાણો સમગ્ર મામલો

બૉલિવુડના સુપર સ્ટાર એક્ટર સલમાન ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર સહિત ટૉલિવુડની હસ્તીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના સુપર સ્ટાર એક્ટર સલમાન ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર સહિત ટૉલિવુડની હસ્તીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કલાકારો સામે આ કાર્યવાહી બે વર્ષ પહેલા હૈદરાબાદમાં થયેલ 'દિશા રેપ કેસ'ને લઈને કરવામાં આવી. દિલ્લીના વકીલે અરજી દાખલ કરીને બૉલિવુડ અને ટૉલિવુડની 38 હસ્તીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. વકીલનો આરોપ છે કે આ હસ્તીઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર રેપ પીડિતાના નામને સાર્વજનિક કર્યુ છે જેનાથી તેના પરિવારની ઓળખ છતી થઈ છે.

શું છે મામલો?

શું છે મામલો?

હૈદરાબાદમાં આખા દેશને હચમચાવી દેનાર દિશા રેપ કેસને બે વર્ષ થઈ ચૂક્યા છે. હ્રદય કંપાવી દેનાર આ ઘટના હૈદરાબાદના બહારની વિસ્તારમાં થઈ જ્યાં એક 26 વર્ષીય પશુ ચિકિત્સક સાથે ચાર લોકોએ પહેલા ગેંગરેપ કર્યો અને પછી પીડિતાને જીવતી સળગાવીને મારી દીધી. આ કેસને લઈને આખા દેશમાં હોબાળો થયો હતો. આ દરમિયાન ધરપકડ બાદ ક્રાઈમ સીનથી ભાગી જવા દરમિયાન પોલિસે આરોપીઓને એનકાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

બૉલિવુડ કલાકારોની લાંબી યાદી

બૉલિવુડ કલાકારોની લાંબી યાદી

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ હવે બે વર્ષ પછી આ મામલે ઘણા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોને કાનૂની દાવપેચનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્લીના એક વકીલે એક અરજી દાખલ કરીને બૉલિવુડ અને ટૉલિવુડની 38 હસ્તીઓની ધરપકડ કરવાની માંગ કરી છે જેમાં રવિ તેજા, રકુલ પ્રીત, સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા લોકપ્રિય નામ પણ શામેલ છે. આ લિસ્ટમાં અનુપમ ખેર, ફરહાન અખ્તર, અજય દેવગણ પણ શામેલ છે.

આ ટૉલિવુડ કલાકારો સામે કેસ નોંધાયો

આ ટૉલિવુડ કલાકારો સામે કેસ નોંધાયો

અરજી દાખલ થયા બાદ આ કેસમાં ઘણા ટૉલિવુડ કલાકારો રવિ તેજા, રકુલ પ્રીત સિંહ, અલ્લુ સિરીશ, ચાર્રમે કૌર અને અસલી નામનો ઉલ્લેખ કરનાર અન્ય સેલેબ્ઝ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બધાએ હૈદરાબાદની ઘટનાને લઈને ટ્વિટ કર્યુ હતુ. કલાકારો સામે દિલ્લીના નિવાસી વકીલ ગૌરવ ગુલાટીએ સબ્જી મંડી પોલિસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 228 હેઠળ ફરિયાદ પણ દાખલ કરી છે.

વકીલે કહ્યુ - કાયદો બધાના માટે એકસમાન

વકીલે કહ્યુ - કાયદો બધાના માટે એકસમાન

વકીલ ગૌરવ ગુલાટીએ આરોપ લગાવ્યો છે કે જવાબદાર નાગરિક હોવાના નાતે આ જાણીતી હસ્તીઓએ નિયમો તોડ્યા છે તેમને સજા આપવી જોઈએ. અરજીમાં આગળ કહેવામાં આવ્યુ છે કે દેશનો કાયદો બધાના માટે સમાન છે. માટે કોઈને પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ન મળવી જોઈએ ભલે તે સેલિબ્રિટી જ કેમ ના હોય. સેલેબ્ઝની તાત્કાલિક ધરપકડની માંગ કરીને ગૌરવ ગુલાટીએ આરોપ લગાવ્યો છે કે આ લોકોએ પીડિતાની ગોપનીયતા જાળવી નહિ રાખીને કોઈ સામાજિક જવાબદારી નથી બતાવી.

રાહુલ ગાંધી પર પણ થઈ ચૂક્યો છે કેસ

રાહુલ ગાંધી પર પણ થઈ ચૂક્યો છે કેસ

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈ પણ રેપ પીડિતા કે તેના પરિવારની ઓળખ છતી કરવી કાનૂની ગુનો છે. ત્યાં સુધી અખબારો અને ન્યૂઝ ચેનલોમાં પણ દુષ્કર્મ પીડિતાના ફોટા બતાવી શકાતા નથી. હાલમાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ નેતા જિતેન્દ્ર ગોઠવાલે નવ વર્ષીય રેપ પીડિતાની ઓળખ છતી કરવાનો આરોપ લગાવીને જયપુર સેશન કોર્ટમાં રાહુલ ગાંધી અને ટ્વિટર સામે કેસ નોંધાવ્યો હતો.

English summary
Legal action against Salman Khan-Akshay Kumar and many bollywood and tollywood celebrities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X