અભિનેતા દિલીપકુમારની તબિયત બગડી, હોસ્પિટલમાં ભરતી

Subscribe to Oneindia News

હિન્દી સિનેમાના મહાન કલાકાર અને ટ્રેજેડી કિંગના નામથી પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારની હાલત ફરી એક વાર ખરાબ થઇ ગઇ છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં મંગળવારે બપોરે ભરતી કરવામાં આવ્યા છે.

dilip kumar

તમને જણાવી દઇએ કે મંગળવારે સવારથી દિલીપ કુમારના ડાબા પગમાં દુખાવા અને સોજાની ફરિયાદ થઇ હતી પરંતુ જ્યારે કંઇ ફેર ન પડ્યો ત્યારે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. લીલાવતીમાં ડોક્ટરોની એક આખી ટીમ અભિનેતાની સારવારમાં લાગેલી છે, તેમની પત્ની સાયરાબાનુ પણ હોસ્પિટલમાં તેમની સાથે હાજર છે. દિલીપ કુમારને શરદી અને ખાંસીની પણ ફરિયાદ છે.

11 ડિસેમ્બરે દિલીપકુમાર પોતાનો 94 મો જન્મદિવસ મનાવશે

તમને જણાવી દઇએ કે 11 ડિસેમ્બરે દિલીપ કુમાર પોતાનો 94 મો જન્મદિવસ મનાવશે. વીતેલા જમાનાની અભિનેત્રી સાયરાબાનુએ મીડિયાને કહ્યુ કે હું ખુદાને પ્રાર્થના કરુ છુ કે દિલીપ સાહબ સાજા થઇ જાય અને જલ્દી ઘરે પાછા આવે.

English summary
Legendary actor Dilip Kumar was rushed to hospital due to acute pain and swelling in his left leg.
Please Wait while comments are loading...