પ્રસિદ્ધ અભિનેત્રી સુચિત્રા સેનનું કલકત્તાની હોસ્પિટલમાં નિધન

Posted By:
Subscribe to Oneindia News

કલકત્તા, 17 જાન્યુઆરી: પોતાના ગંભીર અને જીવતં અભિનય માટે જાણીતા અભિનેત્રી સુચિત્રા સેનનું નિધન થઇ ગયું છે. કલકતાની હોસ્પિટલમાં તેમની સ્થિતી કેટલાય ગંભીર હતી અને અંતે શુક્રવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 50ના દાયકામાં પોતાના અભિનયના દમ પર બધાના દિલોમાં રાજ કરનાર સુચિત્રા સેનનું કલકત્તાના બેલ વ્યૂ ક્લિનિકમાં ભરતી હતી. તે લાંબા સમયથી બિમાર હતી.

82 વર્ષીય આંધી ફૅમ સુચિત્રા સેન એકદમ નબળા હતા અને પહેલાં આઇસીયુમાં વિશેષજ્ઞોની ટીમ સતત તેમની દેખરેખ કરતી હતી. તેમને સતત ઓક્સિજન થેરેપી, ચેસ્ટ ફિજિયોથેરેપી અને નેબુલાઇઝેશન પર રાખવામાં આવી હતી.

Suchitra-Sen

હિન્દી સિનેમાના દર્શકો માટે સુચિત્રા સેનની ઓળખ ફક્ત સાત ફિલ્મોથી છે. સૌથી પહેલાં બિમલ રાયની ફિલ્મ દેવદાસ (1995)માં તેમને પાર્વતી (પારો)નો રોલ કર્યો અને ફિલ્મને યાદગાર બનાવી. બિમલ રાય પહેલાં આ રોલ માટે મીના કુમારીને લેવા માંગતા હતા.

English summary
Legendary Bengali actress Suchitra Sen, who was undergoing treatment for serious respiratory problems passed away Friday morning. She was 82.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.