For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દી સિનેમાના જાણીતા ગાયિકા શમશાદ બેગમનું નિધન

|
Google Oneindia Gujarati News

shamshad-begum
મુંબઈ, 24 એપ્રિલ : હિન્દી સિનેમા જગતના પ્રસિદ્ધ અને પીઢ ગાયિકા શમશાદ બેગમનું મુંબઈ ખાતે નિધન થઈ ગયું છે. તેઓ 94 વર્ષના હતાં. હિન્દી સિનેમામાં મેરે પિયા ગયે રંગૂન... અને કજરા મુહબ્બત વાલા... જેવા લોકપ્રિય ગીતોને પોતાના અવાજથી સદાબહાર બનાવનાર શમશાદ બેગમ છેલ્લા કેટલાંક દિવસથી બીમાર હતાં.

શમશાદના પુત્રી ઉષાએ જણાવ્યું - તેઓ છેલ્લા કેટલાંક માસથી અસ્વસ્થ હતાં અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. ગઈકાલે રાત્રે હૉસ્પિટલમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધાં. તેમની અંતિમ યાત્રામાં કેટલાંક ખાસ મિત્રો હાજર હતાં.

શમશાદ બેગમનો જન્મ 14મી એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. લાહોરના પેશાવર રેડિયો ઉપર 16મી ડિસેમ્બર, 1947ના રોજ તેમનો અવાજ પ્રથમ વાર દુનિયા સામે આવ્યો કે જેના જાદુએ લોકોને તેમના ફૅન્સ બનાવી દીધાં. 1955માં પોતાના પતિ ગણપત લાલ બટ્ટોના નિધન બાદ શમશાદ મુંબઈમાં પોતાના પુત્રી ઉષા રાત્રા તેમજ જમાઈ સાથે રહેત હતાં.

શમશાદ બેગમના કંઠે ગવાયેલા ચર્ચિત ગીતોમાં કભી આર કભી પાર..., કહીં પે નિગાહેં કહીં પે નિશાના..., સઇંયા દિલ મેં આના રે..., લે કે પહલા પહલા પ્યાર..., બૂઝ મેરા ક્યા નામ રે..., છોડ બાબુલ કા ઘર..., ગાડી વાલે ગાડી જરા ધીરે હાંક રે... નો સમાવેશ થાય છે.

English summary
Legendary singer of Indian Cinema Shamshad Begum diet today in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X