For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેસ્બિયન બેઝ્ડ ફિલ્મ 'ખતરા'ને રિલીઝ પહેલા લાગ્યો મોટો ઝટકો, નિર્દેશક રામ ગોપાલ વર્માનો ફૂટ્યો ગુસ્સો

લેસ્બિયન બેઝ્ડ ફિલ્મ 'ખતરા' ફિલ્મની રિલીઝ પહેલા જ રામગોપાલ વર્માને મોટો ઝટકો લાગ્યો છે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બોલ્ડ વિષયો પર ફિલ્મ બનાવવા અને પોતાના બેબાક અંદાજ માટે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા હાલમાં પોતાની આવનારી ફિલ્મના કારણે ચર્ચામાં છે. રામૂના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ખતરા ડેંજરસ' શુક્રવારે એટલે કે 8 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ રામગોપાલ વર્માને મોટો ઝટકો લાગ્યો છે. જેને લઈને તેમણે ટ્વિટર પર એક પોસ્ટ લખીને પોતાની ભડાશ કાઢી છે.

રિલીઝના બે દિવસ પહેલા ફિલ્મ ખતરાને લાગ્યો આ ઝટકો

રિલીઝના બે દિવસ પહેલા ફિલ્મ ખતરાને લાગ્યો આ ઝટકો

રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ખતરા ડેંજરસ' લેસ્બિયન ક્રાઈમ એક્શન ડ્રામા બેઝ્ડ છે. ફિલ્મ રિલીઝના બે દિવસ પહેલા રામૂની આ ફિલ્મની સ્ક્રીનિંગ કરવાની સિનેમાઘરોએ ના પાડી દીધી છે. ત્યારબાદ રામગોપાલ વર્માએ ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો કાઢ્યો છે.

રામ ગોપાલ વર્માનો ફૂટ્યો ગુસ્સો, ટ્વિટ કરીને કાઢી ભડાશ

રામ ગોપાલ વર્માનો ફૂટ્યો ગુસ્સો, ટ્વિટ કરીને કાઢી ભડાશ

રામ ગોપાલ વર્માએ લખ્યુ કે પીવીઆર સિનેમા(PVRcinemas) અને આઈનાક્સ સિનેમા(INOXCINEMAS)એ મારી ફિલ્મ ખતરાને પ્રદર્શિત કરવાનો ઈનકાર કરી દીધો કારણકે ફિલ્મની થીમ લેસ્બિયન છે. આ ત્યારે થયુ છે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 377ને હટાવી દેવામાં આવી છે અને ફિલ્મને સેંસર બોર્ટ દ્વારા પાસ કરવામાં આવી ચૂકી છે. આનાથી સ્પષ્ટ દેખાય છે કે આ #LGBT સમાજ વિરુદ્ધ છે. વળી, રામગોપાલે પોતાના બીજા ટ્વિટમાં લખ્યુ કે હું માત્ર #LGBT સમાજને જ નહિ પરંતુ @PVRcinemas અને @INOXCINEMASના મેનેજમેન્ટનો વિરોધ કરવાનો અનુરોધ કરુ છુ. તેમનુ આ ANTI#LGBT સ્ટેન્ડ માનવાધિકારોનુ અપમાન છે.

ખૂબ જ બોલ્ડ સીન્સથી ભરેલી છે રામૂની આ ફિલ્મ

ખૂબ જ બોલ્ડ સીન્સથી ભરેલી છે રામૂની આ ફિલ્મ

સેંસર બોર્ડએ ખતરા ફિલ્મને A(એડલ્ટ) સર્ટિફિકેટ સાથે પાસ કર્યુ છે. રામ ગોપાલ વર્માએ લેસ્બિયન ક્રાઈમ એક્શન ડ્રામા ફિલ્મ જે બનાવી છે તે આ વિષય પર દેશની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં લેસ્બિયન વચ્ચેનો પ્રેમ અને રોમેન્ટીક બોલ્ડ સીન્સ ખૂબ જ બતાવવામાં આવ્યા છે. માટે એ સર્ટિફિકેટ સાથે આને સેંસર બોર્ડે પાસ કર્યુ છે. આ ફિલ્મમાં સાઉથ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ અપ્સરા રાની અને નૈના ગાંગુલીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદિત માનવામાં આવી રહી છે. કદાચ આ જ કારણ છે કે સિનેમાઘરોએ આના સ્ક્રીનિંગનો ઈનકાર કરી દીધો છે.

English summary
Lesbian based film 'Khatra' got a big setback before its release, director Ram Gopal Varma got angry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X