જ્હાનવી અને સારાને કોમ્પિટિશન આપવા સક્ષમ આ હોટ સ્ટાર કિડ!

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં હાલ સૌથી વધારે ચર્ચા જ્હાનવી કપૂર અને સારા અલી ખાનના ડેબ્યૂની છે. પરંતુ બોલિવૂડમાં એક એવી સ્ટાર કિડ પણ છે, જે જો ડેબ્યૂ કરે તો આ બંન્નેને પછાડી શકે છે. અમે વાત કરી રહ્યાં છીએ, સુપરહોટ એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયાની. પૂજાની દિકરી આલિયા ઇબ્રાહિમ પોતાના હોટ ફોટોઝને લઇને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.

આલિયા ઇબ્રાહિમ

આલિયા ઇબ્રાહિમ

આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેની રિસન્ટ પોસ્ટ્સ પોઝિટિવિટી અને હેપ્પી ટાઇમ્સથી ભરપૂર છે. તેની તસવીરો પરથી કહી શકાય કે, તે દિવસે ને દિવસે વધુ સુંદર અને સમજદાર થતી જાય છે.

ચર્ચાસ્પદ પોસ્ટ્સ

ચર્ચાસ્પદ પોસ્ટ્સ

આલિયા પોતાના હોટ ફોટોઝ અને બોલ્ડ બ્લોગ માટે સતત ચર્ચામાં રહી છે. ઘણાએ આ માટે તેની આલોચના પણ કરી હતી. તેના બિકિની ફોટોઝને લીધે થયેલ વિવાદ એટલો વધ્યો હતો કે, પૂજા બેદીએ આ અંગે નિવેદન પણ આપ્યું હતું.

પૂજા બેદીનું નિવેદન

પૂજા બેદીનું નિવેદન

પૂજા બેદીએ પોતાના નિવેદનમાં આલિયાનો પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે, તે પોતાના અભ્યાસ પર ફોકસ કરી રહી છે. માત્ર ફોટોઝના આધારે કોઇના ચરિત્ર વિશે નિર્ણય લઇ લેવો પણ યોગ્ય નથી. પૂજાએ આગળ કહ્યું હતું કે, તેને પોતાની પુત્રી આલિયા પર ગર્વ છે.

જ્હાનવી-સારાને કોમ્પિટિશન

જ્હાનવી-સારાને કોમ્પિટિશન

આલિયાના આ રિસન્ટ ફોટોઝ પરથી સ્પષ્ટ થાય છે કે, જો તે બોલિવૂડમાં પદાર્પણ કરવાનું નક્કી કરે તો હાલની તમામ હિરોઇન્સને પાછળ છોડી શકે એમ છે. જ્હાનવી કપૂર અને સારા અલી ખાનને આલિયા ટફ કોમ્પિટિશન આપવા સક્ષમ છે.

પસંદ છે ટ્રાવેલ

પસંદ છે ટ્રાવેલ

આલિયાને ટ્રાવેલ કરવું ખૂબ પસંદ છે અને તે સતત ફ્રેન્ડ સાથે ટ્રાવેલિંગના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આલિયાને બીચ અને પુલ પણ ખૂબ પસંદ છે. આલિયા ખૂબ સુંદર છે અને દરેક પ્રકારના આઉટફિટ ખૂબ કોન્ફિડન્સ સાથે કેરી કરી શકે છે.

બિકિની ફોટોઝ અંગે આલિયા

બિકિની ફોટોઝ અંગે આલિયા

આલિયાના બિકિની ફોટોઝ અંગે જ્યારે વિવાદ થયો હતો, ત્યારે તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, મને ખબર છે લોકો મારા વિશે શું લખે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, આલિયા બોલિવૂડ નહીં એડલ્ટ ફિલ્મોમાં જવાની તૈયારી કરી રહી છે. માત્ર એટલા માટે કે હું બિકિની પહેરું છું, લોકો આવી ટિપ્પણી કરશે? બિકિની બધા જ પહેરે છે, ખાલી એ પહેરી ફોટો પોસ્ટ નથી કરતાં.

નેગેટિવ ટિપ્પણી અંગે

નેગેટિવ ટિપ્પણી અંગે

આલિયાએ આગળ કહ્યું કે, લોકોની ટિપ્પણી જો યોગ્ય હોય અને તેનો કોઇ અર્થ નીકળતો હોય તો હું ચોક્ક્સ સાંભળીશ. પરંતુ આ લોકોની ટિપ્પણી મને યોગ્ય નથી લાગતી, બોલિવૂડની તમામ સક્સેસફુલ એક્ટ્રેસિસ બિકિની પહેરે છે. તો પછી ખાલી મારા જ બિકિની પહેરવા પર ચર્ચા કેમ?

સોશિયલ મીડિયા અંગે

સોશિયલ મીડિયા અંગે

સોશિયલ મીડિયા પર રેગ્યુલર રહેવા અંગે આલિયાએ કહ્યું હતું કે, હું પહેલાની જેમ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીશ. કેટલાક લોકોને મારી પોસ્ટ્સ અને તસવીરો પસંદ નથી એનો અર્થ એ નથી કે હું સોશિયલ મીડિયા જ છોડી દઉં. ઘણા લોકો એવા પણ છે, જેમને હું જેવી છું એવી પસંદ છું.

English summary
Pooja Bedis daughter Aalia is as hot and smart as her. Aalias Instagram pictures are filled with fun, friendship and good times.
Please Wait while comments are loading...