લિઝા અને ડિનોએ બીચ પર ઉજવી ફર્સ્ટ એનિવર્સરી!

Written By:
Subscribe to Oneindia News

લિઝા હેડનને બીચ કેટલો પસંદ છે, એ આપણે સૌ જાણીએ છીએ! જો કે, પુત્ર ઝેકના જન્મ બાદ તે માત્ર એક જ વાર બીચ પર જોવા મળી છે. લિઝાએ બિઝનેસમેન ડિનો લાલવાની સાથે 29 ઓક્ટોબર, 2016ના રોજ લગ્ન કર્યા હતા અને આ બંને પોતાની ફર્સ્ટ મેરેજ એનિવર્સરીની ઉજવણી એક ટ્રોપિકલ આઇલેન્ડ પર કરતા જોવા મળ્યા હતા. લિઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ હોલિડેના ઘણા સુંદર ફોટોઝ પોસ્ટ કર્યા છે.

લિઝા હેડન અને ડિનો લાલવાની

લિઝા હેડન અને ડિનો લાલવાની

લિઝા અને ડિનોની આ તસવીર અત્યંત ક્યૂટ છે. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરતાં તેણે લખ્યું છે કે, લાઇફની બધી જ શ્રેષ્ઠ વસ્તુઓ મારી સાથે શેર કરવા માટે આભાર. આ શ્રેષ્ઠ પતિ અને પિતા માટે મને ખૂબ ગર્વ છે.

વેડિંગ એનિવર્સરી

વેડિંગ એનિવર્સરી

લિઝા હેડનને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે અને તેમાં પણ તેને બીચ ખૂબ જ પસંદ છે. પ્રેગનન્સી દરમિયાન પણ લિઝાના બીચ પર સાયકલિંગ કરતા અને મજા માણતા ફોટોઝ ખૂબ વાયરલ થયા હતા. પ્રેગનન્સી દરમિયાન અને પ્રેગનન્સી બાદ પણ લિઝા હંમેશા એક્ટિવ મોડમાં જોવા મળી છે.

સ્કૂબા ડાઇવિંગ

સ્કૂબા ડાઇવિંગ

બીચ પર હોલિડે હોય અને સ્કૂબા ડાઇવિંગ જેવી એક્ટિવિટીઝ ના કરે એવું તો બને જ કેમ! લિઝાને આવી એક્ટિવિટિઝ ખૂબ જ પસંદ છે અને આ તસવીર પરથી કહી શકાય કે તે ફરી એકવાર સ્કૂબા ડાઇવિંગ માટે એકદમ રેડી છે.

એ દિલ હે મુશ્કિલ

એ દિલ હે મુશ્કિલ

લિઝા છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ કોમિક રોલ હતો. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેણે ડિનો લાલવાની સાથે લગ્ન કરી લીધા હતા.

કોણ છે ડિનો લાલવાની?

કોણ છે ડિનો લાલવાની?

ડિનો લાલવાની મૂળ ભારતીય છે, પરંતુ તેમનો ઉછેર યુકેમાં જ થયો છે. યુકેમાં ડિનોનો મોટો ફેમિલી બિઝનેસ છે, જેના હાલ ડિનો ચેરમેન છે. લગ્નના એક વર્ષ પહેલાથી લિઝા અને ડિનો એકબીજાને ડેટ કરતા હતા.

ઝેક લાલવાની

ઝેક લાલવાની

લિઝા અને ડિનોની પ્રથમ વેડિંગ એનિવર્સરીની ઉજવણી દરમિયાન ઝેક પણ તેમની સાથે જોવા મળ્યો હતો. આ તસવીરમાં નાનકડા ઝેકને લિઝા અને ડિનો દરિયા તરફ લઇ જતાં નજરે પડે છે. લાલવાની ફેમિલીની આ તસવીર અત્યંત ક્યૂટ છે.

ડાઇવિંગ

ડાઇવિંગ

આ તસવીરમાં લિઝા પાણીમાં ડાઇવ કરતી નજરે પડે છે. પ્રેગનન્સી પછી જે ઝડપથી લિઝા ફરી પાછી શેપમાં આવી છે તે ખરેખર વખાણવા લાયક છે. આશા રાખીએ કે, તે જલ્દી જ બોલિવૂડમાં રૂપેરી પડદે વાપસી કરે.

ફ્લિપ

ફ્લિપ

લિઝા હેડન ફિટનેસને ખૂબ મહત્વ આપે છે અને એ વાત આ તસવીર પરથી સાબિત થાય છે. સનસેટના સમયે બીચ પર ફ્લિપ કરતો લિઝાનો આ ફોટો ખૂબ સુંદર છે. લિઝાનું સાચું નામ એલિઝાબેથ મેરી હેડન છે અને તેનો જન્મ ચેન્નાઇમાં થયો હતો. તેણે શ્રીલંકાથી મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

ફેશન ડિઝાઇનિંગ

ફેશન ડિઝાઇનિંગ

તેણે બોલિવૂડમાં ફિલ્મ 'આયેશા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે મોટેભાગે સપોર્ટિંગ રોલમાં જ જોવા મળી છે. ફિલ્મ 'ક્વિન'માં તેણે ભજવેલ વિજયાલક્ષ્મીના રોલને ખૂબ લોકપ્રિયતા મળી હતી. એક્ટિંગ અને મોડેલિંગ ઉપરાંત તે ફેશન ડિઝાઇનિંગ પણ કરે છે. તેણે વર્ષ 2012માં પોતાની લાઇફસ્ટાયલ બ્રાન્ડ લોન્ચ કરી હતી.

English summary
Lisa Haydon & Dino Lalvani celebrated their first wedding anniversary & headed off to a tropical island & spent most of their time chilling by the beach.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.