બાળકના જન્મ બાદ ફરી Hot અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા થોડા સમયથી એક્ટ્રેસિસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. કરીના કપૂર દ્વારા શરૂ કરવામાં આવેલ આ ટ્રેન્ડ લિઝા હેડન, એશા દેઓલ, સેલિના જેટલીથી માંડીને સોહ અલી ખાન સુધી સૌ કોઇ ફોલો કરી રહ્યાં છે. બેબીના જન્મ બાદ ફરી પાછા શેપમાં આવવું પણ એક્ટ્રેસિસ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીં આપણે એવી જ બોલિવૂડની મમ્મીની વાત કરી રહ્યાં છે, જે બાળકની ડિલીવરી બાદ થોડા જ મહિનામાં ફરી પાછી એ જ જૂના હોટ અવતારમાં જોવા મળી રહી છે.

New Mommy

New Mommy

નવી-સવી માતા બનેલ બોલિવૂડની આ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર બ્લૂ સ્વિમવેરમાં આ તસવીર પોસ્ટ કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ એક્ટ્રેસને બીચ પર ફરવું ખૂબ પસંદ છે, પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન પણ તે બિકિનીમાં બીચ પર મજા માણતી જોવા મળી હતી.

લિઝા હેડન

લિઝા હેડન

જી હા, તમે બરાબર સમજ્યા. આ બોલિવૂડ એક્ટ્રેસ બીજી કોઇ નહીં પરંતુ લિઝા હેડન છે. પોતાના પુત્ર ઝેકના જન્મ બાદ લાંબા સમયે તે ફરી પાછી બીચ પર જોવા મળી હતી. લિઝા હેડન બોલિવૂડની સુપરફિટ મમ્મીમાંની એક છે.

વાયરલ ફોટો

વાયરલ ફોટો

થોડા સમય પહેલાં જ લિઝાએ પોતાના પુત્ર સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેની સાથે બ્રેસ્ટફીડિંગ પર એક ખૂબ જ સુંદર મેસેજ પણ પોસ્ટ કર્યો હતો. પરંતુ લિઝાને કેટલાક ફેન્સને આ તસવીર અયોગ્ય લાગતા તેને ઘણી નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો.

મમ્મી & બેબી

મમ્મી & બેબી

લિઝાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના અને પુત્ર ઝેકના ઘણા સુંદર ફોટોઝ જોવા મળે છે. બાળકના જન્મ બાદ પણ લિઝા ખાસી ફિટ છે, જે માટે તેના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. લિઝા હાલ બોલિવૂડ ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે વર્ષ 2016માં 'હાઉસફુલ 3' અને 'એ દિલ હે મુશ્કિલ'માં જોવા મળી હતી.

પ્રેગનન્સી ફેઝ

પ્રેગનન્સી ફેઝ

પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન પણ લિઝાએ ખાસું હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. લિઝા પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન ઘણી એક્ટિવ હતી અને લગભગ 5 મહિના સુધી વિવિધ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહી હતી.

મેગેઝિન માટે ફોટોશૂટ

મેગેઝિન માટે ફોટોશૂટ

તેણે 'Elle' મેગેઝિન માટે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. લિઝાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ હતી અને લોકોએ તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. લિઝાએ ઓક્ટોબર 2016માં પોતાના બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા.

English summary
Lisa Haydon finally hits the beach sporting a hot blue swimsuit. View the pictures here!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.