લીઝા હેડને ત્રીજી વાર મા બની દીકરીને આપ્યો જન્મ, સૌથી અલગ રીતે કર્યુ એલાન, જુઓ Pics
લીઝા હેડને થોડા દિવસો પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે. હાલમાં જ લીઝાએ પોતાના બેબી બંપના ફોટા શેર કર્યા હતા.
અભિનેત્રી લીઝા હેડને થોડા દિવસો પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે અને આ વખતે લીઝાએ આની જાણકારી કોઈને આપી નહિ. જો કે થોડા દિવસો પહેલા જ્યારે લીઝા હેડનને તેના ફેને ઈન્સ્ટાગ્રામ પર પૂછ્યુ કે તમારુ ત્રીજુ નાનુ બાળક ક્યાં છે? તો લીઝાએ જવાબ આપ્યો કે - મારા હાથમાં. ઉલ્લેખનીય છે કે લીઝા હેડન ત્રીજી વાર પ્રેગ્નેન્ટ હતી. તેને બે દીકરા છે - જેક અને લીયો લાલવાની. હાલમાં જ લીઝાએ પોતાના બેબી બંપના ફોટા શેર કર્યા હતા.

'બેબી બંપ જોઈને હું ચિંતિત છુ'
લીઝાએ પોતાના ફોટા શેર કરીને સાથે પોતાની મુશ્કેલી પણ ફેન્સ સાથે શેર કરી. લીઝાએ લખ્યુ હતુ કે પોતાનુ બેબી બંપ જોઈને હું ચિંતિત છુ. એ ખબર નથી કે આ માત્ર બેબી બંપ છે કે સતત પિઝા ખાવાની અસર.

બેબી બંપના ફોટા
લીઝા હેડન ઘણી વાર પોતાના બેબી બંપના ફોટા શેર કરતી રહે છે. 1986માં જન્મેલી લીઝા હેડન ભારતની ટૉપ મૉડેલ રહી ચૂકી છે. તેણે એમ ટીવીના જાણીતા શો ઈન્ડિયાઝ ટૉપ મૉડેલની બે સિઝન હોસ્ટ પણ કરી હતી.

બ્રિટિશ બિઝનેસમેન છે પતિ
લીઝા હેડને 2016માં પોતાના બૉયફ્રેન્ડ ડીનો સાથે દિવાળીના એક દિવસ પછી લગ્ન કર્યા હતા. ડીનો એક બ્રિટિશ બિઝનેસમેન છે અને પાકિસ્તાનનો છે.

ફિલ્મની રિલીઝ પછી લગ્ન
લીઝાએ પોતાની ફિલ્મ એ દિલ હે મુશ્કીલની રિલીઝના એક દિવસ પછી જ 2016માં લગ્ન કરી લીધા હતા. એ દિલ હે મુશ્કીલમા લીઝા હેડને એક મઝાની ભૂમિકા નિભાવી હતી જેને ફેન્સે ઘણી પસંદ કરી હતી.

લગ્ન પછી કોઈ ફેરફાર નહિ
એક ઈન્ટરવ્યુમાં લીઝા હેડને જણાવ્યુ હતુ કે લગ્ન બાદ હું તરત જ કામ પર પાછી આવી ગઈ પરંતુ અસલ જિંદગી બેબીના આવ્યા પછી બદલાય છે નહિ કે લગ્ન પછી ખાસ કરીને જો તમારા લગ્ન યોગ્ય વ્યક્તિ સાથે થયા હોય.

પ્રેગ્નેન્સીનુ અનાઉન્સમેન્ટ
બીજી વાર પ્રેગ્નેન્ટ થવા પર લીઝાએ પોતાના બેબી બંપ સાથે પોતાના દીકરા જેક અને પતિ ડીનોનો એક ફોટો શેર કર્યો અને લખ્યુ કે જલ્દી અમે ચાર થવાની રાહ પર છે. તેની આ પોસ્ટ પર ફેન્સે અઢળક કમેન્ટ કરી દીધી.

બ્રેસ્ટ ફીડિંગ પર જાગૃકતા
પોતાના દીકરાના જન્મ પછી લીઝા હેડને લોકોને બ્રેસ્ટ ફીડિંગ વિશે જાગૃત કર્યા હતા. એક ફોટો શેર કરીને લીઝાએ લખ્યુ - મને ઘણી પોસ્ટમાં પૂછવામાં આવ્યુ કે બાળકનો જન્મ થયા પછી મારી જિંદગીમાં શું બદલાવ આવ્યો છે. ખાસ કરીને વજન અને ફિટનેસ માટે. આ બ્રેસ્ટ ફીડિંગ વીકમાં થોડો શ્રેય તેને આપવા માંગીશ જે આનો અસલી હકદાર છે. બાળકને જન્મ આપ્યા બાદ સ્તનપાને મને પાછી શેપમાં લાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સ્તનપાન કરાવવુ ખૂબ પડકારરૂપ અને સમય માંગી લેતુ કામ છે. પરંતુ તે પોતાના બાળક સાથે જોડાઈ રહેવાની સુંદર રીત છે. આ ઉપરાંત તેનાથી તમારા બાળકને પોષણ મળે છે.

ખૂબ જ ધ્યાન રાખનાર પતિ
પોતાના પતિ ડીનોની પ્રશંસા કરીને લીઝાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ - ઑફિશિયલી લગ્ન કરતા પહેલા જ હું મનમાંને મનમાં જ લગ્ન કરી ચૂકી હતી અને જ્યારે તમે પ્રેમ કરતા હોય કો કમિટમેન્ટમાં સમસ્યા નથી આવતી.

બેબી બંપના ફોટા
આ પહેલા પણ લીઝા હેડન પોતાના બેબી બંપના ફોટા મીડિયામાં શેર કર્યા છે અને તેના દરેક ફોટાની પ્રશંસા થઈ છે. તે ઘણી સુંદર દેખાય છે.

જેક અને લીયોની મા
લીઝા હેડને પોતાના પહેલા દીકરાનુ નામ જેક રાખ્યુ છે. તેણે એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે જેક લાલવાની જેનો જન્મ 17મે, 2018માં થયો. ત્યારબાદ 2019માં તે બીજી વાર મા બની.

પ્રેગ્નેન્સીમાં ફોટોશૂટ
પોતાની પહેલી પ્રેગ્નેન્સી દરમિયાન લીઝા હેડન Elle મેગેઝીન માટે એક શાનદાર ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે લીઝા હેડન હેડન body positivity માટે ઘણી વાર શાનદાર રીતે લોકોને જાગૃત કરી રહી છે.

2010માં ડેબ્યુ
લીઝા હેડને 2010માં આયેશા ફિલ્મ સાથે પોતાનુ હિંદી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે 2014માં ક્વીનમાં કંગના રનોતની દોસ્તની ભૂમિકામાં ઢગલો અવૉર્ડઝની હકદાર બની. 2014માં તે હાઉસફૂલ 3નો હિસ્સો હતી અને તેની છેલ્લી ફિલ્મ હતી 2016માં આવેલી એ દિલ હે મુશ્કિલ. દીકરીના જન્મની લીઝાને અઢળક શુભકામનાઓ.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
