For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19 મેં પહેલા રિલીઝ નહીં થાય પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ: EC

પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક પર સંકટ હજુ પણ છે. ઘણા રાજનૈતિક દળો ઘ્વારા કરવામાં આવેલા વિરોધ પછી ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર બેન લગાવી દીધો હતો.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક પર સંકટ હજુ પણ છે. ઘણા રાજનૈતિક દળો ઘ્વારા કરવામાં આવેલા વિરોધ પછી ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર બેન લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી બુધવારે ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મ જોયા પછી હવે વિવેક ઓબેરોય ઘ્વારા અભિનીત આ ફિલ્મ અંગે ચૂંટણી પંચ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બૉલીવુડ પર ભડક્યો વિવેક, કહ્યું- પીએમ સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા

મોદી બાયોપિક 19 મેં પહેલા રિલીઝ નહીં કરવી: ચૂંટણી પંચ

ચૂંટણી પંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના અનુસાર પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક 19 મેં પહેલા રિલીઝ નહીં થવી જોઈએ. અધિકારીઓ અનુસાર ફિલ્મ રિલીઝમાં મોડું નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં મદદ કરશે. ચૂંટણી પંચ ઘ્વારા ફિલ્મ બેન અંગે સુપ્રીમકોર્ટમાં પોતાનો જવાબ પણ દાખલ કર્યો છે.

ફરિયાદો પછી ચૂંટણી પંચે ફિલ્મ પર બેન લગાવ્યો હતો

ફરિયાદો પછી ચૂંટણી પંચે ફિલ્મ પર બેન લગાવ્યો હતો

ચૂંટણી પંચે ફિલ્મ પર પ્રતિબંધ લગાવતા કહ્યું કે કેટલીક પાર્ટીઓ ઘ્વારા મોડલ કોડ ઓફ કંડક્ટ હેઠળ એવી ફિલ્મો અંગે ફરિયાદ કરી હતી, જેમાં રાજનેતા અથવા રાજનૈતિક પાર્ટીઓનો પ્રચાર થઇ રહ્યો હતો, જેમાં એનટીઆર લક્ષ્મી, પીએમ નરેન્દ્ર મોદી અને ઉધમ સિંહ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સેક્શન 126 (1) રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ એકટ હેઠળ પીએમ મોદી બાયોપિક પર રોક લગાવી દેવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું ચૂંટણી કન્ટેન્ટ, પછી તે સિનેમા ઘ્વારા હોય કે પછી ટીવી ઘ્વારા તેને પ્રસારિત નહિ કરી શકાય.

આ ફિલ્મ અંગે રાજનીતિ ગરમાઈ

આ ફિલ્મ અંગે રાજનીતિ ગરમાઈ

આ પહેલા કોર્ટમાં આ ફિલ્મના બેનની સુનાવણી દરમિયાન અરજીકર્તાને વકીલ અને અભિષેક મનુ સંઘવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ફિલ્મ એક ગીત ભાજપના ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. ટ્રેલરમાં કેટલાક શોટ છે જે મતદારોને અસર કરે છે. ચોકીદાર અભિયાન પણ તેમાં બતાવવામાં આવ્યું હતું. આના પર, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બે-મિનિટના ટ્રેલરને નકારી શકાય નહીં કે તે મતદારોને પ્રભાવિત કરી શકે છે.

English summary
PM Modi biopic should not be released till May 19: Election Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X