For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડ પર ભડક્યો વિવેક, કહ્યું- પીએમ સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા

બૉલીવુડ પર ભડક્યો વિવેક, કહ્યું- પીએમ સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા

By Staff
|
Google Oneindia Gujarati News

વિવેક ઓબેરોયની આગામી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આ શુક્રવારે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ બાયોપિક ફિલ્મને સેન્સર, ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. પરંતુ ફિલ્મ સ્ટાર્સમાંથી કોઈપણ આ ફિલ્મને સપોર્ટ કરતું નથી જણાતું. જના પર વિવેક ઑબેરોયે બૉલીવુડ સ્ટાર્સ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકો પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લે છે, પરંતુ ફિલ્મને સપોર્ટ નથી કરતા.

બૉલીવુડ પર ભડક્યો વિવેક ઓબેરોય

બૉલીવુડ પર ભડક્યો વિવેક ઓબેરોય

એક્ટરે કહ્યું- મને લાગે છે કે અમે એકજુટ ઈન્ડસ્ટ્રી નથી. જ્યારે પદ્માવતી રિલીઝ અટકી અને સંજય લીલા ભણસાલી સાથે અભદ્ર વ્યવહાર થયો તો આપણે બધાએ એકસાથે આવવું જોઈતું હતું. જો માઈ નેમ ઈઝ ખાન અટકી જાય છે તો બધાએ સાથે આવવું જોઈતું હતું. પીએમ મોદી સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મ સપોર્ટ નથી કરતા.

રિલીઝ થવાની તૈયારીમાં

રિલીઝ થવાની તૈયારીમાં

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકને સેન્સર બોર્ડે U સર્ટિફિકેટ આપ્યું છે. જો કે લોકસભા ચૂંટણીને પગલે આ ફિલ્મનો રાજનૈતિક પાર્ટીઓ ભારે વિરોધ કરી રહી છે. ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે.

વિવેક ઓબેરોયે કહ્યું કે...

વિવેક ઓબેરોયે કહ્યું કે...

વિવેક ઓબેરોયે બૉલીવુડ સ્ટાર્સ પર નિશાન સાધતા કહ્યું કે એક ઈન્ડસ્ટ્રી હોવા ખાતર આપણે સાથે આવવાની જરૂર છે. લગભગ 600 સિનેમા સાથે જોડાયેલી હસ્તીઓ કહી રહી છે કે ભાજપને સરકારમાં બીજીવાર ન આવવું જોઈએ. ચલો તેમને સાથે આવવા દો. હું તેમનું સન્માન કરું છું, તેમની પાસે પણ અધિકાર છે.

સલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગ સલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગ

English summary
Vivek Oberoi slams Bollywood for not supporting his upcoming film PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X