લુટેરા દ્વારા દિલ લૂંટી લેશે સોનાક્ષી સિન્હા-રણવીર સિંહ
મુંબઈ, 16 માર્ચ : કેટલીક ફિલ્મો બન્યા પહેલાં જ ચર્ચામાં આવી જાય છે. એવી જ એક ફિલ્મ છે લુટેરા કે જેને ઉડાન જેવી ફિલ્મ બનાવનાર ઠાવકા નિર્માતા-દિગ્દર્શક વિક્રમાદિત્ય બનાવી રહ્યાં છે.

લુટેરા ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ છે, તો અભિનેત્રી સોનાક્ષી સિન્હા. તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે. ફિલ્મના પોસ્ટરમાં રણવીર અને સોનાક્ષી ખૂબ જ ડિફરંટ લુકમાં નજરે પડે છે. બંનેના લુક પરથી જ ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા પેદા થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ લુટેરા ફિલ્મ એક સુંદર પ્રણય-કથા છે. ફિલ્મમાં એક છોકરો-છોકરી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, પરંતુ ટુંકમાં જ બંને વચ્ચે છુટાછેડા થઈ જાય છે. પરિવારની મરજી વગર લગ્ન થયા હતાં, તેથી બંને છુટાછેડા બાદ જીવનમાં એકલા જ આગળ વધે છે, પરંતુ પાંચ વરસ બાદ પંને પુનઃ એક વળાંકે સામ-સામે આવી ચડે છે.
પ્રેમ અને કશ્મકશ વચ્ચેની વાર્તા છે ફિલ્મ લુટેરા કે જે જુલાઈમાં રિલીઝ થવાની છે. અત્યાર સુધી હળવા રોલ કરનાર રણવીર પ્રથમ વાર ગંભીર ભૂમિકા ભજવી રહ્યાં છે, તો સોનાક્ષી પહેલી વાર પોતાની વયના અભિનેતા સાથે અભિનય કરી રહ્યાં છે. જોઇએ વિક્રમાદિત્યની લુટેરા ફિલ્મ ઉડાન જેવો કરિશ્મા કરે છે કે કેમ?












Click it and Unblock the Notifications
