લુટેરાને પ્રથમ દિવસે બૉક્સ ઑફિસે નબળો પ્રતિસાદ
મુંબઈ, 6 જુલાઈ : ગઈકાલે રૂપેરી પડદે રિલીઝ થયેલી લુટેરા ફિલ્મની બૉક્સ ઑફિસે ધીમી શરુઆત થઈ છે. જોકે ફિલ્મ લોકોને ગમી છે અને ટીકાકારોએ પણ ફિલ્મના વખાણ કર્યાં છે. આમ છતાં બૉક્સ ઑફિસે તેની ધીમી શરુઆત થઈ છે. લોકો વચ્ચે ફિલ્મનું પ્રમોશન તો જોરદાર રીતે કરાયુ હતું.

લુટેરા ફિલ્મના નિર્માતાઓ ફિલ્મની બમ્પર ઓપનિંગની અપેક્ષા ધરાવતા હતાં, પરંતુ ફિલ્મે પ્રથમ દિવસે સવાર અને સાંજના શોનો મળી માત્ર 30-35 ટકાનો જ બિજનેસ કર્યો છે. તેને સારી શરુઆત ન કહી શકાય. જોકે સિનેમા માલિકોનું કહેવું છે કે ફિલ્મ વીકેન્ડે ઝડપ પકડી લેશે, પણ ફિલ્મના શરુઆતી વલણ સંતોષકાક તો નથી.
નોંધનીય છે કે વિક્રમાદિત્ય મોટવાણી દિગ્દર્શિત લુટેરા ફિલ્મમાં રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. ફિલ્મના ત્રણ નિર્માતાઓ એકતા કપૂર, અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પોતે છે. લોકોના ફીડબૅક ઉપરથી લાગે છે કે વિક્રમાદિત્ય એક પીરયડ રોમાંસ દર્શાવવામાં સફળ રહ્યાં છે, છતાં બૉક્સ ઑફિસના આંકડા ઉત્સાહજનક નથી.












Click it and Unblock the Notifications
