રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી, સુલતાન સલમાન પણ પાછળ
ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડમાં કોનો ક્રેઝ વધારે છે તે કદાચ કોઈ પણ નહિ જણાવી શકે. પરંતુ જયારે ક્રિકેટ અને બોલિવૂડ એક સાથે આવી જાય ત્યારે ફેન્સ તો પાગલ થયા જ સમજો. આવું જ કંઈક થઇ રહ્યું છે કે આવનારી બાયોપિક ફિલ્મ એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીને લઈને.
આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. અહીં અમે વાત કરી રહ્યા છે ફિલ્મના બજેટ અને તેની કમાણી વિશે. આપણે જણાવી દઈએ કે ધોનીની આ ફિલ્મ 104 કરોડના ભારી ભરખમ બજેટ પર બની છે.

હંમેશાથી નાના બજેટની ફિલ્મો બનાવવાવાળા નીરજ પાંડે એ આ વખતે 100 કરોડનો આંકડો પાર કરવાનું નક્કી કરી નાખ્યું છે. જયારે ફિલ્મનું બજેટ 100 કરોડ કરતા વધારે રાખવામાં આવ્યું છે. તો ફિલ્મની કમાણી પણ 150 કરોડ કરતા વધારે તો થવી જ જોઈએ.

પરંતુ ખુશીની વાત તો એ છે કે ધોની પર બનનારી આ ફિલ્મ રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી ચુકી છે.

ફિલ્મના સેટેલાઇટ રાઈટ્સ 55 કરોડમાં વેચવામાં આવ્યા છે. જે સલમાન ખાનની ફિલ્મના સેટેલાઇટ રાઈટ્સ કરતા પણ વધારે છે.

ફિલ્મના મેકર્સએ પણ સુશાંત સિંહ રાજપૂતના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી 20 કરોડ કમાવ્યા છે. જેનો ચેહરો મહેન્દ્ર સિંહ ધોની છે.

મ્યુઝિક અને ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સથી પણ ફિલ્મે 5 થી 10 કરોડની કમાણી કરી છે.

એક હોલિવુડ સ્ટુડિયોએ ફિલ્મના રાઈટ્સ 10 કરોડના ખરીદ્યા છે. હવે આ ફિલ્મ અંગ્રેજીમાં પણ બનશે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે ખુદ મહેન્દ્ર સિંહ ધોનીએ 45 કરોડ રૂપિયા લીધા છે. જયારે સુશાંત સિંહ રાજપૂતને 2 કરોડની ફી મળી છે. ધોનીના બિઝનેસ મેનેજર અરુણ પાંડેને ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આ ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂતે 13 મહિનાની ટ્રેનિંગ લીધી છે. જેથી તે ધોની જેવી બેટિંગ સ્ટાઇલ અને બોડી લેન્ગવેજ શીખી શકે.













Click it and Unblock the Notifications
