For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિરજૂના તાલે પુનઃ ઝૂમવા આતુર છે માધુરી દીક્ષિત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 માર્ચ : દેવદાસ ફિલ્મનું સદાબહાર ગીત ...કાહે છેડે મુઝે... ની ધુન આજે પણ જ્યારે વાગે છે, લોકો એક વાર થંભી જાય છે અને આંખો બંધ કરી માધુરી દીક્ષિતના રૂપને યાદ કરવા લાગે છે.

Madhuri

એંસીના દાયકાનો લહેંગો પહેરી માધુરી દીક્ષિત આ ગીત ઉપર થિરક્યા હતાં. આ લોકપ્રિય ગીતની કોરિયોગ્રાફી કરી હતી કથક સમ્રાટ બિરજૂ મહારાજે. આ ગીત બાદ બિરજૂ મહારાજે જણાવ્યુ હતું કે માધુરી જેવા ડાંસર જવલ્લે જ પેદા થાય છે. માધુરીનો તો અંગેઅંગ થનગને છે.

પૂરા 13 વર્ષ બાદ માધુરી દીક્ષિતને પુનઃ એક વાર બિરજૂ મહારાજ કોરિયાગ્રાફ કરવા જઈ રહ્યાં છે ફિલ્મ ડેઢ ઇશ્કિયામાં. ડેઢ ઇશ્કિયા ફિલ્મનું શૂટિંગ હાલ સીતાપુરા ખાતે ચાલે છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક ચૌબે કરી રહ્યાં છે. ડેઢ ઇશ્કિયા ફિલ્મ ઇશ્કિયાની સિક્વલ છે.

માધુરી દીક્ષિતને પુનઃ એક વાર કોરિયોગ્રાફ કરતાં ખુશી અનુભવતાં કથક સમ્રાટ બિરજૂ મહારાજે જણાવ્યું કે માધુરીને દિગ્દર્શિત કરવું પોતાની જાતમાં એક ગર્વની બાબત છે. તેમના વખાણ માટે મારી પાસે શબ્દો નથી. તેમને તો માતા સરસ્વતીએ પોતે વરદાન આપ્યું છે. બિરજૂ મહારાજે જણાવ્યું કે દર્શકો ફિલ્મ જોયા બાદ પોતે જ માધુરી દીક્ષિતની મહેનતનો અંદાજો લગાવી શકશે.

English summary
Bollywood Diva Madhuri Dixit to be choreographed by Birju Maharaj in Dedh Ishqiya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X