માધુરીના ડાન્સ નંબર્સ : એક દો તીન...થી હાય રે મેરા ઘાઘરા...!

મુંબઈ, 22 મે : માધુરી દીક્ષિત બૉલીવુડના ડાન્સિંગ દિવા ગણાય છે. માધુરીને આ સિદ્ધિ સખત મહેનતના પરિણામે મળી છે. અબોધ જેવી ફ્લૉપ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર માધુરી દીક્ષિતને એક સમયે કોઈ ઓળખતું પણ નહોતું, પરંતુ તેઝાબ ફિલ્મે માધુરીની કિસ્મત ચમકાવી દીધી.

એન ચન્દ્રા દિગ્દર્શિત તેઝાબ ફિલ્મ સુપરહિટ રહી અને અનિલ કપૂર સાથે માધુરી દીક્ષિતની જોડી પણ ચાલી નિકળી. તેઝાબ ફિલ્મ એમ તો અનિલ કપૂર પર જ આધારિત હતી અને કદાચ માધુરી દીક્ષિત માત્ર આયટમ જ તરીકે રહી ગયા હોત, જો ફિલ્મમાં માધુરી દીક્ષિત પર ફિલ્માવાયેલુ ‘એક દો તીન...' ગીત ન હોત. માધુરી દીક્ષિતનું આ પ્રથમ ડાન્સ નંબર એવુ તો સુપરહિટ રહ્યું કે પછી માધુરીને પાછુ વળીને જોવુ પડ્યું નહીં. તેનો દાખલો છે યે જવાની હૈ દીવાની ફિલ્મનું ‘હાય રે મેરા ઘાઘરા...' ડાન્સ નંબર છે કે જેમાં આજે પણ માધુરીએ કમાલનો ડાન્સ કરી બતાવ્યો છે. ઉપરાંત માધુરી દીક્ષિતે તાજેતરમાં રિલીઝ થયેલ ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં પણ હમારી અટરિયા... ગીત દ્વારા પોતાને ડાન્સિંગ ક્વીન સાબિત કરી હતી.

ચાલો તસવીરો સાથે જોઇએ માધુરી દીક્ષિતના સુપરહિટ ડાન્સ નંબર્સ :

એક દો તીન...

એક દો તીન...

અબોધ સાથે કૅરિયર શરૂ કરનાર માધુરી દીક્ષિતને પહેલી સફળતા મળી તેઝાબ ફિલ્મથી. આ ફિલ્મમાં માધુરીનું ડાન્સ નંબર એક દો તીન... સુપરહિટ સાબિત થયું અને માધુરી ડાન્સ ક્વીન તરીકે સ્થાપિત થઈ ગયાં.

તમ્મા તમ્મા લોગે...

તમ્મા તમ્મા લોગે...

થાનેદાર ફિલ્મનું આ હિટ ડાન્સ સૉંગ માધુરીએ સંજય દત્ત સાથે ફિલ્માવ્યુ હતું.

હમકો આજ કલ હૈ...

હમકો આજ કલ હૈ...

શૈલાબ ફિલ્મનું આ ગીત હમકો આજ કલ હૈ... આજે પણ વાગતા જ લોકોના પગ ઉછળવા લાગે છે.બપ્પી લહિરીએ આ ગીતમાં માધુરીના નૃત્ય કૌશલ્યને જોરદાર ધાર આપી હતી.

ધક ધક કરને લગા...

ધક ધક કરને લગા...

ઇંદ્ર કુમારની ફિલ્મ બેટામાં માધુરીએ ધક ધક કરને લગા... ડાન્સ નંબર કરી ધૂમ મચાવી દીધી. આ ગીત એટલુ હિટ થયું કે આજે પણ લોકોના ધબકાર વધારી દે છે.

ચોલી કે પીછે...

ચોલી કે પીછે...

ખલનાયક ફિલ્મનું આ ગીત દ્વિઅર્થી બોલના કારણે વિવાદમાં સપડાઈ ગયુ હતું. ચોલી કે પીછે ક્યા હૈ... ગીતમાં માધુરીનો ડાન્સ આજે પણ લોકો યાદ કરે છે.

દીદી તેરા દેવર...

દીદી તેરા દેવર...

હમ આપકે હૈં કૌન ફિલ્મનું ડાન્સ નંબર દીદી તેરા દેવર દીવાના... માધુરીના કારણે યાદગાર બની રહ્યું છે.

ચને કે ખેત મેં...

ચને કે ખેત મેં...

શાહરુખ ખાન સાથેની ફિલ્મ અંજામમાં માધુરીને સરોજ ખાને ખૂબ ઝુમાવી. ચને કે ખેત મેં... ડાન્સ નંબર ઉપર આજે પણ લોકો ઝૂમી ઉઠે છે.

મેરા પિયા ઘર આયા...

મેરા પિયા ઘર આયા...

યારાના ફિલ્મની તો નોંધ ન લેવાઈ, પરંતુ ફિલ્મનું મેરા પિયા ઘર આયા... એવું તો હિટ થયું કે આજે પણ સામાજિક સમારંભો અને ખાસ તો જાનમાં આ ગીત લોકો ચોક્કસ વગાડે છે.

કે સેરા સેરા...

કે સેરા સેરા...

પુકાર ફિલ્મમાં માધુરી દીક્ષિતે કે સેરા સેરા... ગીતમાં ડાન્સ કિંગ પ્રભુ દેવા સાથે તાલ મેળવી પોતાના નૃત્ય કૌશલ્યને સાબિત કરી આપ્યું. આ ગીત સુપરહિટ રહ્યુ હતું.

ડોલા રે ડોલા...

ડોલા રે ડોલા...

દેવદાસ ફિલ્મનું ગીત ડોલા રે ડોલા... આજે પણ લોકોને કર્ણપ્રિય લાગે છે. ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવી બે પ્રતિભાઓ જાણે એક-બીજા સાથે સ્પર્ધા કરતી હતી.

આજા નચલે...

આજા નચલે...

માધુરી દીક્ષિતની કમબૅક ફિલ્મ આજા નચલે ભલે ફ્લૉપ રહી હોય, પરંતુ પોતાના નૃત્ય કૌશલ્યને કમબૅકનો આધાર બનાવનાર માધુરીએ આ ફિલ્મમાં પણ ખૂબ ડાન્સ કર્યો અને ટાઇટલ સૉંગ આજા નચલે... હિટ રહ્યું.

હાય રે મેરા ઘાઘરા...

હાય રે મેરા ઘાઘરા...

માધુરી દીક્ષિત આજા નચલે ફિલ્મની નિષ્ફળતા છતા નિરાશ ન થયાં અને યે જવાની હૈ દીવાની ફિલ્મમાં હાય રે મેરા ઘાઘરા... ડાન્સ નંબર કરી પોતાની જાતને પુનઃ ડાન્સિંગ દિવા સાબિત કરી આપી.

હમારી અટરિયા...

હમારી અટરિયા...

માધુરી દીક્ષિતે આ જ વર્ષે રિલીઝ થયેલી ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં પણ હમારી અટરિયા... મુજરા સૉંગમાં પોતાના નૃત્ય કૌશલ્યનું પ્રદર્શન કર્યુ હતું અને પોતાની જાતને ડાન્સિંગ ક્વીન સાબિત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X