Face Of Odonil : હવે સુગંધ પ્રસરાવશે માધુરી!
મુંબઈ, 26 નવેમ્બર : ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હવા મહેકાવનાર બ્રાન્ડ ઓડોનિલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયાં છે. તેઓ ખુશ છે કે તેઓ એવી બ્રાન્ડ સાથે જોડાયા છે કે જે ફ્રેશનેસ તથા ટ્રાંસફૉર્મેશનને લગતી છે.

માધુરી દીક્ષિતે એક નિવેદનમાં જણાવ્યું - હું નવા કૅમ્પેન અંગે વધુ વેટ નથી કરી શકતી. આ એક લવલી ફિલ્મ છે કે જે પુષ્પો, મહેક, જાદુ અને બે વ્હાલી નાનકડી પરીઓથી ભરેલી છે. નવા ઉત્પાદ ઓડોનિલ 2એક્સ અંગે માધુરીએ જણાવ્યું - ઓડોનિલ 2એક્સ ડબલ સુગંધ દર્શાવે છે અને તે પણ જાદુઈ ટ્રાંસફૉર્મેશન સાથે.
46 વર્ષીય માધુરી દીક્ષિત ટુંકમાં જ ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં દેખાશે કે જેમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ, અરશદ વારસી તેમજ હુમા કુરૈશી પણ છે. ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબે છે. ઉપરાંત માધુરીની વધુ એક ફિલ્મ ગુલાબ ગૅંગ પણ આવી રહી છે કે જેમાં તેઓ પહેલી વાર જુહી ચાવલા સાથે છે.












Click it and Unblock the Notifications
