ગલુડિયાઓને વરસાદમાં ભિંજાતા જોઈ દ્રવી ઉઠ્યાં ધક ધક ગર્લ
મુંબઈ, 12 જૂન : બૉલીવુડના ધક ધક ગર્લનું રુદિયું માત્ર ફિલ્મી દૃશ્યોમાં જ ધક ધક નથી કરતું, પણ માનવતા માટે પણ તેમનું દિલ ધડકે છે. તેનો તાજો દાખલો રવિવારે જોવા મળ્યો કે જ્યારે વરસાદમાં પલળતા સાત ગલુડિયાઓને જોઈ માધુરીનું દિલ દ્રવી ઉઠ્યું. માધુરીએ તમામ ગલુડિયાઓને બચાવ્યાં.

પતિ શ્રીરામ નેને સાથે રવિવારે માધુરી દીક્ષિત ફિલ્મિસ્તાન સ્ટુડિયો ખાતે ઝલક દિખલા જા શોના શૂટિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન માધુરીએ જોયું કે રાત્રે થયેલ વરસાદના કારણે સાત ગલુડિયાઓ પલળી ગયા હતાં અને ઠંડીથી થર-થર કંપી રહ્યા હતાં. માધુરીએ તરત પોતાનું શૂટિંગ રોક્યું. માધુરીએ પોતાના પતિ નેને તથા શોના દિગ્દર્શક સાહિલ છાબડિયા સાથે મળી તરત પેટાની મદદ માટે સમ્પર્ક સાધ્યો.
એક નિવેદન મુજબ માધુરી ત્યાં સુધી કૂતરાના બચ્ચાઓ પાસે રહ્યાં કે જ્યાં સુધી પેટા તરફથી સહાય ન પહોંચી ગઈ. પેટાના ભારત ખાતેના અધિકારી સચિન બેંગરાએ જણાવ્યું - અહીં બહુ વરસાદ થઈ રહ્યો છે અને કૂતરા તથા બિલાડીના અનેક બાળકોને હવે એક સારા આશ્રય સ્થળની જરૂર છે.
આપણે આશા રાખીએ કે માધુરી દીક્ષિત તથા તેમના પતિ શ્રીરામ નેને તેમજ છાબડિયા દ્વારા કરાયેલ આ સદ્કાર્યથી લોકોને પણ મુશ્કેલીમાં મુકાયેલા જીવોની મદદ કરવાની પ્રેરણા જરૂર મળશે.












Click it and Unblock the Notifications
