For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેઢ ઇશ્કિયામાં થશે માધુરીના હુશ્નની પરીક્ષા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 ફેબ્રુઆરી : બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ફરી એક વાર રૂપેરી પડદે પોતાના જલવાં પાથરવા આતુર છે. એક બાજુ તેઓ અનુરાગ બાસુની ગુલાબ ગૅંગ ફિલ્મ અંગે વ્યસ્ત છે, તો બીજી બાજુ તેઓ આ જ મહીને વિશાલ ભારદ્વાજની ડેઢ ઇશિક્યા ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે કે જેમાં તેઓ લીડ રોમાં છે.

madhuridixit

ડેઢ ઇશ્કિયા ફિલ્મ સુપર હિટ ઇશ્કિયા ફિલ્મની સિક્વલ છે. તેથી માધુરીને આ ફિલ્મ પાસે ખૂબ આશાઓ છે. પોતાની આ ફિલ્મ અંગે માધુરી દીક્ષિતે ઓરલ-બી ડેંટલ કૅમ્પ દરમિયાન ચર્ચા કરી. આ ફિલ્મમાં તેમની સાથે અરશદ વારસી અને નસીરુદ્દીન શાહ પણ હશે. ફિલ્મમાં માહી ગિલ પણ હશે. માધુરીએ આ ફિલ્મ અંગે વધુ કોઈ ખુલાસો તો ન કર્યો, પરંતુ એટલું જરૂર કહ્યું કે નસીર જેવા કલાકાર સાથે કામ કરવું મારા માટે ગૌરવની બાબત છે. નસીરુદ્દીન શાહ ભારતીય સિનેમાના મહાન કલાકાર છે.

સૌને આશા છે કે માધુરી પોતાની આ ફિલ્મ ડેઢ ઇશ્કિયા દ્વારા જોરદાર કમબૅક કરશે. તેઓ નાયાબ કલાકાર છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે તેમના અભિનયને લોકો પુન માથે ચડાવે છે કે નહીં, કારણ કે સામાન્ય રીતે કમબૅક અભિનેત્રીઓ સફળ થતી નથી. કહે છે કે ડેઢ ઇશ્કિયા ફિલ્મ ઇશ્કિયાની જેમ જ ખૂબ બોલ્ડ હશે. હવે જોવાનું રહેશે કે માધુરી દીક્ષિત માદકતા તેમજ હુશ્નની બાબતમાં વિદ્યા બાલન કરતાં આગળ નિકળે છે કે કેમ?

English summary
Dhak Dhak Girl Madhuri Dixit to start shooting for 'Dedh Ishqiya' from February. she is ready for Shoot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X