‘શું પ્રિયંકા ચોપડા અને નિકનો પ્રેમ અસલી છે?' મેગેઝીને ઉઠાવ્યા સવાલ

ન્યૂયોર્ક મેગેઝીનનો હિસ્સો ‘ધ કટ' એ પ્રિયંકા-નિકના લગ્ન બાદ મંગળવારે પોતાની વેબસાઈટ પર એક આર્ટિકલ પોસ્ટ કર્યો, જેમાં બંનેના પ્રેમ પર સવાલ ઉઠાવ્યા હતા.

હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા પ્રિયંકા ચોપડા અને નિક જોનસ અંગે અમેરિકાના એક મેગેઝીને આર્ટિકલ લખ્યો હતો. જેને હોબાળા બાદ હટાવી લેવામાં આવ્યો છે. ન્યૂયોર્ક મેગેઝીનનો હિસ્સો 'ધ કટ' એ પ્રિયંકા-નિકના લગ્ન બાદ મંગળવારે પોતાની વેબસાઈટ પર એક આર્ટિકલ પોસ્ટ કર્યો, જેમાં બંનેના પ્રેમ પર સવાલ ઉઠાવતા પ્રિયંકાને ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ ગણાવામાં આવી હતી. આ આર્ટિકલમાં એવુ દર્શાવવામાં આવ્યુ છે કે પ્રિયંકાએ પોતાના ફાયદા માટે નિકને તેની સાથે લગ્ન કરવા માટે ફસાવ્યો. આ આર્ટિકલ અંગે પ્રિયંકા-નિકના પરિવાર સહિત ફિલ્મી સ્ટાર્સ અને ફેન્સે વાંધો વ્યક્ત કર્યો છે.

આર્ટિકલે પ્રિયંકાને ગણાવી ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ'

આર્ટિકલે પ્રિયંકાને ગણાવી ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ'

અમેરિકી મેગેઝીન ‘The Cut' એ મંગળવારે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ અંગે એક આર્ટિકલ પબ્લિશ કર્યો, જેનું ટાઈટલ હતુ - ‘શું પ્રિયંકા ચોપડા અને નિકનો પ્રેમ અસલી છે?' આ આર્ટિકલમાં પ્રિયંકાને એક ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ' કહેવામાં આવી છે. વળી તેમાં તેના અને નિકના સંબંધો પર પણ ઘણા સવાલ ઉભા કરવામાં આવ્યા છે. આર્ટિકલમાં એવુ દર્શાવવામાં આવ્યુ છે કે, ‘પ્રિયંકાએ નિકને પોતાના ફાયદા માટે ફસાવ્યો. એ તો માત્ર એક કેઝ્યુઅલ સંબંધ ઈચ્છતા હતા, તેમને શું ખબર હતી કે તેમને લગ્ન કરવા પડશે.' આ આર્ટિકલ માટે મેગેઝીનને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો શિકાર બનવુ પડ્યુ.

પ્રિયંકાના જેઠ-જેઠાણીએ લીધી મેગેઝીનની ક્લાસ

પ્રિયંકાના જેઠ-જેઠાણીએ લીધી મેગેઝીનની ક્લાસ

નિક જોનસના મોટા ભાઈ જો જોનસ અને તેમની ફિયાન્સ-અભિનેત્રી સોફી ટર્નરે મેગેઝીનને આ આર્ટિકલ છાપવા પર ખૂબ ખરી ખોટી સંભળાવી. જો જોનસે ટવિટર પર લખ્યુ, ‘આ ખૂબ જ ખરાબ છે. આટલા ખરાબ શબ્દો લખવા માટે ધ કટને શરમ આવવી જોઈએ. નિક અને પ્રિયંકા વચ્ચે જે છે તે છે સુંદર પ્રેમ. થેંક્યુ, નેકસ્ટ.' જોની ફિયાન્સ અને પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નરે ટ્વિટમાં કહ્યુ, ‘આ ખૂબ જ અનુચિત અને ઘટિયા ખરાબ છે. બહુ નિરાશ છું કે ધ કટે કોઈને આટલી ખરાબ વાતો લખવા માટે પ્લેટફોર્મ આપ્યુ.'

અર્જૂન કપૂર, સ્વરા ભાસ્કર અને સોનમ કપૂરે પણ કાઢ્યો ગુસ્સો

અર્જૂન કપૂર, સ્વરા ભાસ્કર અને સોનમ કપૂરે પણ કાઢ્યો ગુસ્સો

અભિનેતા અર્જૂન કપૂરે પણ પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યુ, ‘હું પ્રિયંકાને પર્સનલી જાણુ છુ અને હું વિશ્વાસપૂર્વક કહી શકુ છુ કે નિકને જબરદસ્તી કિડનેપ કરીને આ સંબંધમાં નથી નાખવામાં આવ્યા.' અભિનેત્રી સોનમ કપૂરે પણ મેગેઝીનની ક્લાસ લેતા કહ્યુ, ‘પ્રિયંકા પર આર્ટિકલ સેક્સિટ, રેસિસ્ટ અને ઘટિયા છે અને આ એક મહિલા દ્વારા લખવામાં આવ્યુ છે જે વધુ ખરાબ છે. રિયા, તને શરમ આવવી જોઈએ.' અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ મેગેઝીન પર આર્ટિકલ છાપવા માટે પોતાનો ગુસ્સો કાઢ્યો.

આના પર રિએક્ટ કે કમેન્ટ નથી કરવા ઈચ્છતી પ્રિયંકા

આના પર રિએક્ટ કે કમેન્ટ નથી કરવા ઈચ્છતી પ્રિયંકા

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ અંગે લખાયેલા આર્ટિકલની બંનેના ફેન્સે પણ આકરી ટીકા કરી છે. આ આર્ટિકલ પર પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે તે આના પર રિએક્ટ કે કમેન્ટ નથી કરવા ઈચ્છતી. ‘આ મારા સ્ટ્રેટોસફેયરમાં પણ નથી. હું અત્યારે ઘણી ખુશ છુ. આ પ્રકારની વાતો મને ડિસ્ટર્બ નહિ કરી શકે.' પ્રિયંકા અને નિક 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમેદભવનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ ઈસાઈ અને હિંદુ રીત રિવાજથી લગ્ન કર્યા હતા. જેમાં માત્ર તેમના પરિવાર અને નજીકના દોસ્તો શામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X