બોલ્ડ લુકમાં કસીનો પહોંચેલી મલાઈકા અરોરાનો 'મુન્ની બદનામ હુઈ' ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
હાલમાં મલાઈકાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ બૉલિવુડની જાણીતી આઈટમ ગર્લ અને અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં પોતાના નવા રિયાલિટી શોને લઈને ચર્ચામાં છે. અહેવાલ છે કે મલાઈકા અરોરા ટૂંક સમયમાં બહેન અમૃતા અરોરા સાથે 'અરોરા સિસ્ટર્સ' નામનો રિયાલિટી શો લઈને આવી રહી છે. જો કે, મોટાભાગે મલાઈકા અરોરા તેના બોલ્ડ લુકને લઈને લોકોમાં ચર્ચાનો વિષય રહે છે. હાલમાં મલાઈકાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મલાઈકા અરોરા હાલમાં જ જ્યોર્જિયાના બટુમીમાં એક કેસિનો લૉન્ચ કરવા પહોંચી હતી. મલાઈકાએ આ કેસિનોમાં જોરદાર ડાન્સ કર્યો છે.

'મુન્ની બદનામ હુઈ પર થીરકી મલાઈકા'
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા હાલમાં જ જ્યોર્જિયાના બટુમીમાં એક કેસિનો લૉન્ચ કરવા પહોંચી હતી. આ કેસિનોમાં મલાઈકાએ તેના ચાહકો માટે તેના બોલ્ડ લુકનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના સુપરહિટ ગીત 'મુન્ની બદનામ હુઈ' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મલાઈકાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.(વીડિયો નીચે)

કસીનોમાં મલાઈકાએ લગાવ્યા ઠુમકા
મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કેસિનોના લૉન્ચિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મલાઈકા જબરદસ્ત ફોર્મમાં વેન્યુમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. મલાઈકા જેવા ત્યાં હાજર મહેમાનોની વચ્ચે પહોંચે છે કે તરત જ તેની એક ઝલક જોવા માટે લોકોનો ઉત્સાહ વધી જાય છે. આ પછી અચાનક મલાઈકા તેના સુપરહિટ ગીત મુન્ની બદનામ હુઈ પર બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે સોફ્ટ ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળે છે.

બોલ્ડ ડ્રેસમાં મલાઈકાએ ચલાવ્યો જાદૂ
વીડિયોમાં જોઈ શકાય છે કે કેસિનો લૉન્ચ ઈવેન્ટમાં મલાઈકાએ શિમર બ્લેક અને સિલ્વર લુકનો ગાઉન પહેર્યો હતો. આ ઑફ શોલ્ડર ડ્રેસમાં મલાઈકા ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી હતી. મલાઈકાનો આ લુક જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યુ હતુ. મલાઈકાના આ વીડિયો પર લોકોએ તેના લુકના વખાણ કરતા જોરદાર કમેન્ટ કરી છે. લોકોએ આ વીડિયો પર મલાઈકાને ખૂબસૂરત, સુંદર અને સ્ટનિંગ કહી છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા મોટાભાગે પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ સાથે પ્રયોગ કરતી રહે છે. તે તેના ચાહકોને ખુશ કરવા માટે બોલ્ડ લુક અપનાવવાનુ પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
