Malaika Arora Father Suicide : મલાઈકા અરોરાના પિતાએ ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી, જાણો કેમ?
Malaika Arora Father Suicide : બોલિવૂડની ફેમસ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર છે.
અહેવાલો અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. સવારે 9 વાગ્યા આસપાસ આ ઘટના બની.

સમાચાર મળ્યા બાદ મલાઈકા અરોરા મુંબઈ જવા રવાના થઈ ગઈ છે. આ સમાચાર મળ્યા ત્યારે તેણી પુણેમાં હતી. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો છે.
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાના આકસ્મિક અવસાનથી અભિનેત્રી દુઃખી છે. મલાઈકા અરોરાના પિતા અનીલ અરોરાએ શા માટે અચાનક આત્મહત્યા કરી તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આ સિવાય પોલીસને તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલ લઈ જવાયો છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાને અચાનક કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અભિનેત્રી ઘણી વખત હોસ્પિટલની બહાર જોવા મળી હતી. જો કે, તે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. હવે તેણે અચાનક આત્મહત્યા કરી લીધી છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
