Malaika Arora Father Suicide : કોણ હતા મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા? જાણો કેમ પોતાનો જ જીવ લઈ લીધો?
Malaika Arora Father Suicide : મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બિલ્ડીંગના ત્રીજા માળેથી કુદીને પોતાનો જીવ લીધો છે. અનિલ અરોરાના મોતથી મલાઈકા અરોરાના પરિવાર પર દુખનો પહાડ તુટ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત તેમના ઘરના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના 11 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસની છે.

આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. અભિનેત્રીના પિતાની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના પરિવાર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો છે.
જણાવી દઈએ કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા ભારતીય સરહદી શહેર ફાઝિલ્કાના પંજાબી હિન્દુ હતા અને તેમની માતા જોયસ પોલીકાર્પ મલયાલી ખ્રિસ્તી છે.
મલાઈકાનો જન્મ મહારાષ્ટ્રના થાણેમાં થયો છે. જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા અને તે તેની માતા અને બહેન અમૃતા સાથે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી.
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા એક સમયે ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા. પિતા અનિલ અરોરાને મલાઈકા અરોરાનું બોલિવૂડમાં કામ કરવું બિલકુલ પસંદ નહોતું. આ જ કારણ છે કે મલાઈકા અને તેની બહેન તેમની માતા સાથે અલગ રહેતા હતા.
2023માં અનિલ અરોરાને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા હોસ્પિટલમાં માતા સાથે જોવા મળી હતી. જો કે તેની સારવારનું કારણ જાણી શકાયું નથી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ લોકોથી છુપાવવામાં આવી રહી હતી.












Click it and Unblock the Notifications
