શું આપ જાણો છો? મલાઇકાને નથી ગુમતું મુન્ની કહેડાવું!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 13 જાન્યુઆરી : આપ સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરીએ છીએ? તો સાંભળો અહીં વાત થાય છે અભિનેત્રી મલાઇકા અરોરા ખાનની કે જેમણે એક સે બઢકે એક આયટમ સૉંગ આપી લોકોને પોતાનું ઘેલુ લગાડ્યું છે. આમ છતાં મલાઇકાને પોતાને આયટમ ગર્લ કહેડાવું સારૂ નથી લાગતું. તેમને આ શબ્દ અપમાનજનક અને મૂર્ખતાપૂર્ણ લાગે છે.

મલાઇકા અરારો ખાને જણાવ્યું કે આયટમ નંબરનો શો અર્થ થાય છે. એક ગીત કે જે ચર્ચામાં આવ્યું, હિટ થયું, તેને આયટમ કહેવું અને તે કરનારને આયટમ ગર્લ... આ મને સારૂ નથી લાગતું. કલર્સના ઇન્ડિયા ગૉટ ટૅલેંટ શોના જજ મલાઇકા અરોરા ખાન છંઇયા છંઇયા, દર્દ એ ડિસ્કો, અનારકલી ડિસ્કો ચલી, મુન્ની બદનામ હુઈ જેવા હિટ આયટમ સૉંગ્સ આપનાર મલાઇકાએ જણાવ્યું કે ફિલ્મ કલાકારોની જિંદગીમાં પ્રાઇવેસી નથી હોતી. તેઓ જે પ્રસિદ્ધિનો આનંદ માણે છે, તે તેની જ કિંમત છે. તેઓ કલાકારોને સુચન આપે છે કે જો તેને પહોંચી ન શકતા હોવ, તો વ્યવસાય છોડી દો.

મલાઇકાએ મીડિયાને જણાવ્યું - આ વ્યવસાય સાથે આ બધુ ચાલે છે. આપની પ્રાઇવેસી લુંટી લેવાય છે, પણ આ આપની મહેનતની કિંમત છે. જો આપ તેને પહોંચી ન શકતા હોવ, તો આ વ્યવસાયમાં ન રહો. જોકે મલાઇકાના પતિ અને અભિનેતા-નિર્માતા અરબાઝ ખાન મીડિયાને થોડીક જુદી રીતે લે છે. આપને જણાવી દઇએ કે મલાઇકા અરોરા ખાન અભિનેત્રી ઉપરાંત મૉડેલ, વીડિયો જૉકી તથા ટેલીવિઝન પ્રેઝેંટર પણ છે. જોકે એક અભિનેત્રી તરીકે તેઓ ખાસ સફળ ન રહ્યાં. બિચ્છૂ, માં તુઝે સલામ, કાંટે, ઈએમઆઈ, હેલો ઇન્ડિયા અને હાઉસફુલ સિરીઝની ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મૉડેલથી આયટમ ગર્લ સુધી...

મૉડેલથી આયટમ ગર્લ સુધી...

મલાઇકા અરોરા ખાને પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત મૉડેલ તરીકે કરી હતી. તેમને દિલ સે ફિલ્મના છંઇયા છંઇયા આયટમ સૉંગ દ્વારા પ્રસિદ્ધિ મળી અને આજે તેઓ બૉલીવુડના ટોચના આયટમ ગર્લમાંના એક છે.

મુન્ની બદનામ હુઈ...

મુન્ની બદનામ હુઈ...

વર્ષ 2012માં અરબાઝ ખાન પ્રોડક્શનની ફિલ્મ દબંગમાં આયટમ સૉંગ મુન્ની બદનામ હુઈ... દ્વારા મલાઇકા પુનઃ ચર્ચામાં આવ્યાં.

બહુમુખી પ્રતિભા

બહુમુખી પ્રતિભા

મલાઇકા અરોરા ખાન અભિનેત્રી ઉપરાંત મૉડેલ, વીડિયો જૉકી તથા ટેલીવિઝન પ્રેઝેંટર પણ છે. આમ છતાં તેમને મુન્ની કહેડાવું પસંદ નથી.

સેક્સી કાયા

સેક્સી કાયા

મલાઇકા પોતાની ફિટનેસના પગલે એક ફૅનિસ્ટ તરીકે પણ ઓળખાય છે. તેમની સેક્સી કાયા જોઈ કોઈ ન કહી શકે કે તેઓ એક પુત્રના માતા છે.

આયટમ ગર્લ અપમાનજનક શબ્દ

આયટમ ગર્લ અપમાનજનક શબ્દ

પોતાના ડાન્સ સ્કિલ્સના કારણે મલાઇકા આજે પણ આયટમ ગર્લ તરીકે નિર્માતાઓની પ્રથમ પસંદ છે, પરંતુ મલાઇકાને આયટમ ગર્લ શબ્દ અપમાનજનક લાગે છે.

English summary
Malaika Arora Khan, whose popular dance numbers like 'Chaiyya Chaiyya', 'Munni Badnam Hui' have raised the bar for her contemporaries to match her style, finds the item girl tag 'derogatory and silly'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.