12 વર્ષ નાના અર્જૂન કપૂરના પ્રેમમાં કેવી રીતે ડૂબી મલાઈકા અરોરા, જાણો ક્યારે શરુ થઈ આ લવ સ્ટોરી
Malaika Arora and Arjun Kapoor Love Story: બૉલિવુડ એક્ટર અર્જુન કપૂર અને તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મલાઈકા અરોરાએ તાજેતરમાં તેના બૉયફ્રેન્ડ અર્જુન કપૂરની એક ન્યૂડ તસવીર તેની ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરી હતી. આ તસવીર શેર કરતાં મલાઈકાએ કેપ્શનમાં લખ્યું- ઓહ માય લેઝી બોય.
પોતાનો પ્રેમ વ્યક્ત કરતી વખતે, અર્જુન કપૂરે મલાઈકાની આ પોસ્ટને તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્ટ ઈમોજી સાથે ફરીથી શેર કરી. તમને જણાવી દઈએ કે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો આ કપલ વિશે વાત કરી રહ્યા છે. આવો તમને જણાવીએ કે આ કપલની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હાલમાં બૉલિવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલ્સમાંથી એક છે. મલાઈકા અરોરા તેના બૉયફ્રેન્ડ અર્જુન કપૂર કરતા 12 વર્ષ મોટી છે. આ ઉપરાંત, મલાઈકા અરોરાએ તેના પહેલા પતિ અરબાઝ ખાનને છૂટાછેડા આપી દીધા છે અને તેને એક પુત્ર છે. આ બધું હોવા છતાં બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
મલાઈકા અરોરા અને તેનો બૉયફ્રેન્ડ અર્જુન કપૂર ઘણીવાર ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને લિવ-ઈનમાં રહે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. થોડા દિવસો પહેલા સમાચાર આવી રહ્યા હતા કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંનેએ હજુ સુધી મીડિયા સામે આ વિશે કશું કહ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા સાથેના સંબંધો પહેલા અર્જુન કપૂરનું સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે અફેર હતું. આ દરમિયાન તે ઘણીવાર સલમાન ખાનના ઘરે જતો હતો. તે સમયે મલાઈકા અરોરા બૉલિવુડ એક્ટર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની પત્ની હતી અને તે જ ઘરમાં રહેતી હતી. ત્યારપછી અર્જુન અને અર્પિતાનું બ્રેકઅપ થઈ ગયુ.
આ પછી પણ અર્જુન કપૂર ઘણીવાર સલમાનના ઘરે આવતો હતો. તે પોતાના અભિનય ડેબ્યુને લઈને સલમાન ખાન પાસેથી વિવિધ પ્રકારની સલાહ લેતો હતો. આ પછી ફિલ્મ 'ઈશકઝાદે'ના શૂટિંગ દરમિયાન પણ અર્જુન કપૂર ઘણી વખત સલમાન ખાન પાસે જતો હતો. કહેવાય છે કે તે સમયથી મલાઈકા અરોરા અર્જુન કપૂરને પસંદ કરવા લાગી હતી. બીજી તરફ, અરબાઝ ખાન અને મલાઈકા વચ્ચે પણ ઝઘડો વધવા લાગ્યો. આખરે મલાઈકા અને અરબાઝ ખાને એકબીજાને છૂટાછેડા આપી દીધા.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ છૂટાછેડા લીધાના થોડા સમય બાદ અર્જુન કપૂર સાથે એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યુ હતું. આ જોઈને તેના ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જો કે, ત્યાં સુધી આ બંને વચ્ચેના સંબંધો વિશે કોઈ જાણતું ન હતું. મળતી માહિતી મુજબ, અર્જુન કપૂરનું ફ્રેન્ડ સર્કલ પણ મલાઈકા અરોરા સાથે જોડાયેલું હતું. બંને એકબીજાને અવારનવાર મળતા રહેતા હતા અને અહીંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી.












Click it and Unblock the Notifications
