Malaika Arora : બિકીની પહેરી માલદિવમાં ચીલ કરતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ વીડિયો
અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. આ અફેર વચ્ચે તે માલદિવના દરિયામાં બિકીની પહેરીને ચીલ કરતી જોવા મળી.
સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરતી મલાઈકા અરોરાના ફિગરના લાખો લોકો દિવાના છે. હવે મલાઈકાએ બિકીની પહેરીને ફેન્સની ધડકન વધારવાનું કામ કર્યુ છે.

હાલમાં જ મલાઈકા અરોરા માલદિવમાં ચીલ કરતી જોવા મળી હતી. મલાઈકાએ અહીથી તેના બોલ્ડ બિકીની અવતાર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
મલાઈકા અરોરાએ ફેન્સને ફરી એક વખત તેની કમાલની ફિટનેસ અને ગ્લેમરસ ફિગરનો જાદુ દેખાડ્યો છે. મલાઈકાનો આ ગ્લેમરસ ઓવરડોઝ તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.
મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે દરિયા કિનારે બિકીનીમાં ચીલ કરતી જોવા મળી રહી છે. તેની ફિટનેસ જોઈને આજે પણ નવી અભિનેત્રીઓ ઝાંખી પડી જાય છે. 50 પારની મલાઈકા 25ની લાગી રહી છે.
સ્ટાઈલિસ્ટ અભિનેત્રીઓમાં મલાઈકા હંમેશા સૌથી ઉપર રહે છે. તેના આ બોલ્ડ બિકીની ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ણે તેના સ્વિમસૂટનો લુક શેર કર્યો છે.
ફોટોમાં મલાઈકાનો સ્વિમસૂટ ઘણો આકર્ષક લાગી રહ્યો છે. ફોટો સાથે કેપ્શન લખતા મલાઈકાએ માલદિવને સ્વર્ગ ગણાવ્યુ છે. હવે ફેન્સ તેના ફોટો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
