મલાઈકા-અર્જૂનનો સંબંધ હાલમાં કેવો છે? લગ્ન વિશે અભિનેત્રીએ કર્યો ખુલાસો, જણાવી સંબંધની સચ્ચાઈ

હાલમાં મલાઈકા અરોરાએ બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે પોતાના સંબંધ વિશે ફેન્સને જણાવ્યુ છે.

મુંબઈઃ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ જ્યારથી પોતાના સંબંધને ઑફિશિયલ કર્યો છે ત્યારથી બંને લાઈમલાઈટમાં રહે છે. એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો મોકો બંને ક્યારેય ચૂકતા નથી. હાલમાં મલાઈકા અરોરાએ બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે પોતાના સંબંધ વિશે ફેન્સને જણાવ્યુ છે. વળી, લગ્ન વિશે પણ તેણે ઘણુ બધુ કહ્યુ છે.

મલાઈકાએ અર્જૂન વિશે કહ્યુ કે...

મલાઈકાએ અર્જૂન વિશે કહ્યુ કે...

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પીછેહટ નથી કરતા. બંને સાથે ખૂબ ખુશ દેખાય છે અને ફેન્સે કપલ ગોલ્સ પણ આપતા રહે છે. મલાઈકા અરોરાએ હાલમાં પોતાના લવિંગ બૉય અર્જૂનને ઘણો સપોર્ટીવ ગણાવ્યો છે.

અર્જૂન મારો બેસ્ટ ફ્રેન્ડ છે

અર્જૂન મારો બેસ્ટ ફ્રેન્ડ છે

'મસાલા' સાથે વાતચીતમાં મલાઈકાએ કહ્યુ કે મારુ બૉન્ડ તેની સાથે કેવુ છે, આ એ રીતે નથી. અર્જૂન મારો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. પોતાના બેસ્ટ પ્રેન્ડને પ્રેમ કરવો અને તેની સાથે પ્રેમમાં પડવુ એટલુ જ જરુરી છે. અર્જૂન મને સમજે છે. અમે એકબીજાના ચીયરલીડર્સ પણ છીએ.

બૉયફ્રેન્ડ પર આવ્યો પ્રેમ

બૉયફ્રેન્ડ પર આવ્યો પ્રેમ

મલાઈકા આગળ કહે છે કે હું અર્જૂન સાથે ગમે ત્યારે પણ કોઈ વસ્તુ વિશે વાત કરી શકુ છુ. એ કોઈ પણ રિલેશનશિપ માટે ખૂબ જરુરી છે. તમે જેવા છો...એવા જ રહેવુ ખૂબ જરુરી છે અને અર્જૂનની આસપાસ હું જેવી છુ તેવી જ રહુ છુ.

લગ્ન માટે મલાઈકા શું વિચારે છે?

લગ્ન માટે મલાઈકા શું વિચારે છે?

મલાઈકાએ વધુમાં કહ્યુ કે અર્જૂન મને હંમેશા સપોર્ટ કરે છે. હંમેશા આગળ વધવા માટે કહે છે. જ્યારે અભિનેત્રીએ અર્જૂન સાથે લગ્ન વિશે કહ્યુ કે લગ્ન એક સામાજિક જરુરિયાત અને માત્ર પ્રેશર છે. જ્યારે મારા લગ્નની વાત આવે છે, તો મને લાગે છે કે હજુ હમણા હું આનો જવાબ આપવા માટે તૈયાર નથી.

મલાઈકાનુ વર્કફ્રંટ

મલાઈકાનુ વર્કફ્રંટ

મલાઈકા અરોરાના વર્કફ્રંટની વાત કરીએ તો તે જલ્દી પોતાની બહેન અમૃતા અરોરા સાથે બ્રાંડ ન્યૂ શો અરોરા સિસ્ટર્સ લઈને આવી રહી છે. આ શોમાં સુંદર અભિનેત્રી મલાઈકાને જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી આના માટે ઘણી ચર્ચામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X