મલાઈકા ક્યારે કરશે અર્જૂન કપૂર સાથે લગ્ન? કહ્યુ - એ વ્યક્તિ મારા જીવનમાં...

મલાઈકા અરોરાએ શો દરમિયાન અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી અને તેના લગ્નના પ્લાન વિશે પણ ઘણા મોટા ખુલાસા કર્યા હતા.

Moving In With Malaika: મલાઈકા અરોરાનો શો મૂવિંગ ઈન વિથ મલાઈકાનો પહેલો શો ડિઝની પ્લસ હૉટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ ચૂક્યો છે. ત્યારબાદથી અભિનેત્રી સતત ચર્ચામાં છે. તેણે પહેલા એપિસોડમાં પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણા વાતો ફરાહ ખાન સાથે શેર કરી. તેણે જણાવ્યુ કે બૉયફ્રેન્ડ અર્જૂન કપૂરે તેને આ શો માટે સપોર્ટ કર્યો હતો. મલાઈકા અરોરાએ શો દરમિયાન અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી અને તેના લગ્નના પ્લાન વિશે પણ ઘણા મોટા ખુલાસા કર્યા હતા.

નાની ઉંમરના બૉયફ્રેન્ડ સાથે રિલેશન કેટલા મુશ્કેલ

નાની ઉંમરના બૉયફ્રેન્ડ સાથે રિલેશન કેટલા મુશ્કેલ

ફરાહ ખાને મલાઈકાને પૂછ્યુ કે, તુ તારા સંબંધો વિશે ઉડતી અફવાઓ સાથે કેવી રીતે ડીલ કરે છે? કારણ કે તે હાલમાં તેના કરતા 8 વર્ષ નાના પુરુષને ડેટ કરી રહી છે. આવી સ્થિતિમાં તેને દરેક પ્રકારની વાતો સાંભળવી પડે છે. ફરાહ ખાનના આ સવાલના જવાબમાં મલાઈકા અરોરાએ કહ્યુ કે જો કોઈ છોકરો તેના કરતા 20 વર્ષ નાની છોકરીને ડેટ કરે તો તેને રાજા માનવામાં આવે છે. જ્યારે છોકરી ડેટિંગ કરતી હોય અથવા તેના કરતાં નાના છોકરા સાથે સંબંધમાં હોય, તો તે બંને માતા-પુત્રની જોડી હોવાનુ કહેવાય છે. આ બધી બાબતો મારા માટે સાવ સામાન્ય બની ગઈ છે. પરંતુ બહારના લોકો કરતાં મારા નજીકના અને પ્રિયજનોએ મને આ બધી વાતો કહી છે જેના કારણે મને વધુ તકલીફ થઈ છે.

અર્જૂન કપૂર સાથે ક્યારે કરશે લગ્ન

અર્જૂન કપૂર સાથે ક્યારે કરશે લગ્ન

ફરાહ ખાને મલાઈકા અરોરાને તેના લગ્નના પ્લાન વિશે સવાલ કર્યો. તેણે પૂછ્યું, શું તુ ફરીથી લગ્ન કરવા માંગે છે? આના જવાબમાં મલાઈકા અરોરાએ કહ્યું, 'સ્વાભાવિક છે કે અમે આના વિશે વાત કરી છે. તમે તમારા પાર્ટનર સાથે આવી વાતો કરો છો. મને લાગે છે કે હું સંબંધમાં રહીને વધુ સારી વ્યક્તિ છુ. જે વ્યક્તિ આજે મારા જીવનમાં છે તે મને ખુશ રાખે છે. દુનિયા અમારા સંબંધો વિશે શું વિચારે છે તેની મને પરવા નથી. મલાઈકા અરોરાએ તેના જવાબથી સ્પષ્ટ કર્યુ છે કે તે રિલેશનશિપમાં હોવાથી ખૂબ જ ખુશ છે અને તેણે હજુ સુધી લગ્નની કોઈ યોજના નથી.

લાંબા સમયથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

લાંબા સમયથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

તમને જણાવી દઈએ કે આ પહેલા કરણ અર્જુનના શો કૉફી વિથ કરણમાં અર્જુન કપૂરે સ્પષ્ટ કહ્યુ હતુ કે અત્યારે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે અને તેની લગ્નની કોઈ યોજના નથી. નોંધનીય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વર્ષ 2021માં બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા હોય છે. ચાહકો પણ બંનેના ફોટાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિવાય બંને એકબીજા સાથે ખૂબ જ સારુ બૉન્ડ શેર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X