અર્જૂન કપૂરે પોસ્ટ કર્યો બાળપણનો ફોટો તો મલાઈકાએ આ રીતે કર્યુ રિએક્ટ
અર્જૂન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો ફોટો શેર કર્યો જેમાં તે ટૉય હૉર્સ પર બેઠા છે. આ ફોટાની મઝા લેતા મલાઈકાએ કમેન્ટ કરી છે.
અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધો આજે જગજાહેર છે. બંને ઘણી જગ્યાએ એકસાથે જોવા મળે છે. વળી, હવે અર્જૂન પણ આ સંબંધ વિશે ખુલીને બોલવા લાગ્યા છે. વળી, મલાઈકા પણ અર્જૂનના સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરવાનુ ચૂકતી નથી. હાલમાં જ અર્જૂન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો ફોટો શેર કર્યો જેમાં તે ટૉય હૉર્સ પર બેઠા છે. આ ફોટાની મઝા લેતા મલાઈકાએ કમેન્ટ કરી છે. મલાઈકાની કમેન્ટ પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.
‘બાળપણથી કરી રહ્યો છુ પાણીપતની તૈયારી'
અર્જૂને બાળપણનો ફોટો શેર કર્યો તો જેમાં તે એક રમકડાવાળા ઘોડા પર બેઠા છે. ફોટા સાથે અર્જૂને કેપ્શનમાં લખ્યુ છે - હૉર્સ રાઈડિંગની તૈયારી મે જિંદગીની શરૂઆતમાં જ કરી દીધી હતી. મને પહેલેથી ખબર હતી કે હું પાણીપત કરવાનો છુ એક દિવસ... પાણીપતની તૈયારી, ઘોડાની સવારી... જિંદગીની પરેશાની... ગુરુવાર.

અર્જૂનની પોસ્ટ પર શું કહ્યુ મલાઈકાએ
અર્જૂનની આ પોસ્ટ પર મલાઈકાએ સવાલ કરતા કહ્યુ આટલા ગુસ્સામાં કેમ છે? તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે મલાઈકાએ અર્જૂનની કોઈ પોસ્ટ પર કમેન્ટ કરી હોય. આ પહેલા પણ તે આમ કરતી રહી છે. થોડા સમય પહેલા અર્જૂનના કોઈ ફેને તેનો ફોટો બનાવીને પોસ્ટ કર્યો હતો તો મલાઈકાએ તેના પર આગવાળુ ઈમોજી આપીને કમેન્ટ કરી હતી. આ ઉપરાંત અર્જુને જ્યારે પોતાનો એક ફોટો શેર કર્યો તો મલાઈકાએ તેના પર કમેન્ટ કરી હતી - નાઈસ પિક.

લગ્નની અફવા પર શું બોલી હતી મલાઈકા
ગયા વર્ષે જ્યારે મલાઈકા સાથે લગ્નની અફવા પર સવાલ કરવામાં આવ્યો હતો તે તેમણે હિંદુસ્તાન ટાઈમ્સને કહ્યુ હતુ કે - હું પર્સનલ સવાલોના જવાબ નથી આપતી એટલા માટે નહિ કારણકે મને આમ કરવામાં કોઈ શરમ છે પરંતુ એટલા માટે કારણકે હું આમ કરવામાં સહજ નથી હોતી. મારા જીવન વિશે દરેક જણ જાણે છે. મારે એના વિશે વાત કરવાની જરૂર નથી. હું મારુ જીવન એન્જોય કરી રહી છુ. તે સુંદર અને પ્રેમાળ છે.












Click it and Unblock the Notifications
