શું થયુ જ્યારે મલાઈકાએ પુત્ર અરહાનને જણાવી અર્જૂન કપૂર સાથે રિલેશનની વાત
અર્જૂન સાથે અમેરિકામાં રજા માણી રહેલી મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં આ સંબંધનો સ્વીકાર કર્યો. સાથે જ એ પણ જણાવ્યુ કે પુત્ર અરહાનને પણ તે આ વિશે જણાવી ચૂકી છે.
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર ઘણા સમયથી સાથે જોવા મળી રહ્યા છે. સતત બંનેના રિલેશન વિશે ચર્ચા થઈ રહી હતી પરંતુ બંને ચૂપ હતા પરંતુ હવે આ સંબંધ પર મલાઈકાએ મૌન તોડ્યુ છે. અર્જૂન સાથે અમેરિકામાં રજા માણી રહેલી મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં આ સંબંધનો સ્વીકાર કર્યો. સાથે જ એ પણ જણાવ્યુ કે પુત્ર અરહાનને પણ તે આ વિશે જણાવી ચૂકી છે.

મલાઈકાએ જણાવ્યુ શું હતુ અરહાનનું રિએક્શન
મલાઈકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેના 16 વર્ષના પુત્ર અરહાનનું આ સંબંધ પર શું રિએક્શન હતુ તો તેમણે કહ્યુ કે તે આને સહજતાથી લઈ રહ્યા છે. મલાઈકાએ કહ્યુ, કોઈ પણ સંબંધમાં ઈમાનદારી હોવી જોઈએ. તેમને વસ્તુઓને સમજવા માટે સમય આપવો જોઈએ. મારી જ્યારે અરહાન વિશે અર્જૂન સાથે વાત થઈ તો તેને કોઈ પ્રોબ્લેમ નહોતો. તે આ સંબંધથી ખુશ છે.

મલાઈકા-અરબાઝ ખાનના પુત્ર છે અરહાન
16 વર્ષના અરહાન, મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના પુત્ર છે. અરહાન મા મલાઈકા સાથે જ રહે છે. ઘણી વાર બંને મા-પુત્રને સાથે જોવામાં આવે છે. અરબાઝ અને મલાઈકાના વર્ષ 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદથી બંને અલગ છે. અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ મલાઈકા અર્જૂન કપૂર સાથે છે. વળી, અરબાઝ ખાન મૉડલ જોર્જિયા સાથે રિલેશનશિપમાં છે.

હાલમાં જ ન્યૂયોર્કથી રજા માણીને પાછા આવ્યા છે અર્જૂન-મલાઈકા
અર્જૂન કપૂરે 26 જૂને પોતાનો બર્થડે મનાવ્યો છે. જન્મદિવસથી પહેલાથી જ તે મલાઈકા અરોરા સાથે રજા માણવા વિદેશ નીકળી ગયા હતા. પોતાના બર્થડે પણ તેમણે મલાઈકા સાથે ન્યૂયોર્કમાં જ સેલિબ્રેટ કર્યો. બંને સતત સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા. હાલમાં જ બંને છુટ્ટી મનાવીને પાછા આવ્યા છે. અર્જૂન કપૂરના જન્મદિવસના પ્રસંગે મલાઈકા પોતાના ઈન્સ્ટાગ્રામ પર અર્જૂન સાથે ફોટો શેર કર્યો હતો જેમાં બંને રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. મલાઈકાએ ઈન્સ્ટા પર અર્જૂન કપૂર સાથે પોતાનો ફોટો શેર કરીને લખ્યુ, હેપ્પી બર્થડે મારા ક્રેઝી, ફની, અમેઝિંગ અર્જૂન કપૂર. તમને ખૂબ પ્રેમ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
