મલાઈકા અરોરાએ ઈગ્નોર કર્યો તો તેની પાછળ ભાગ્યો એક્સ. હસબન્ડ અરબાઝ ખાન, Video વાયરલ
મલાઈકા અરોરા હાલમાં મોડી રાતે તેના એક્સ હસબન્ડ અરબાઝ ખાન સાથે સ્પૉટ કરવામાં આવી છે. જેનો વીડિયો વાયરલ થયો છે.
Malaika Arora Viral Video: બૉલિવુડ અભિનેત્રી અને મૉડલ મલાઈકા અરોરા હાલમાં તેના ચેટ શો મૂવિંગ વિથ મલાઈકાને લઈને ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન સાથે ડિવૉર્સ લીધા પછી તે હવે અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. તે પોતાની પ્રોફેશનલ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. હાલમાં તેને એક વાર ફરીથી અરબાઝ ખાન સાથે સ્પૉટ કરવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

પૂર્વ પતિને મલાઈકાએ કર્યો ઈગ્નોર
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા મંગળવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રામાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, પરંતુ મલાઈકાએ અરબાઝને સંપૂર્ણપણે ઈગ્નોર કર્યો હતો. વીડિયોમાં મલાઈકા અરોરા કંઈ બોલ્યા વગર જતી રહે છે, ત્યારે જ અરબાઝ ખાન હાથમાં બોટલ લઈને તેની પાછળ આવે છે. તો પણ મલાઈકા તેને ઈગ્નનોર કરીને આગળ જતી રહે છે.

લોકોને સતાવી રહી છે અર્જૂનની ચિંતા
વીડિયો જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને એક સાથે પાર્ટીમાં ગયા હતા. તેથી જ અભિનેત્રી આવા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. હવે આ બંનેને ફરીથી સાથે જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા યુઝર્સ મલાઈકા અરોરાના બોયફ્રેન્ડ અર્જૂન કપૂરને લઈને ચિંતિત છે. વીડિયોમાં મલાઈકા ઘણા બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.
'અર્જુન ભૈયા ક્યાં રહી ગયા?'
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યુ, 'અર્જુન ભૈયા ક્યાં રહી ગયા?' અન્ય યુઝરે પૂછ્યુ, 'આ જોઈને અર્જુન કપૂર પર શું વીતશે?' એકે લખ્યુ, 'આમનુ તો અલગ જ ચાલતુ રહે છે'. જ્યારે એકે લખ્યુ, 'મને અર્જુન કપૂર માટે ખૂબ જ ખરાબ લાગે છે'. કેટલાક યુઝર્સ બંનેને સાથે જોઈને ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળે છે.

મલાઈકા અને અરબાઝના થઈ ગયા છે ડિવૉર્સ
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. બંનેને એક પુત્ર અરહાન ખાન છે. હાલમાં બંને હવે પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જ્યાં મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ સાથે જ અરબાઝ ખાનના જીવનમાં જ્યોર્જિયાની એન્ટ્રી થઈ છે. હાલમાં બંને અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે.












Click it and Unblock the Notifications
