Malaika Arora Photos: દીકરા અરહાન ખાન સાથે મલાઈકા અરોરાએ શેર કર્યા એવા ફોટા, લોકોએ કહ્યુ -આ તો અર્જૂનથી પણ...

બૉલિવુડ દીવા મલાઈકા અરોરાએ પોતાના દીકરા અરહાન ખાન સાથે એવા ફોટા શેર કર્યા છે જેને જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

Malaika Arora With Son Arhaan Khan: બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં પોતાના રિયાલિટી ઓટીટી શો મૂવિંગ ઈન વિથ મલાઈકાને લઈને છવાયેલી છે. આ શોમાં મલાઈકા પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો કરી છે. હવે આ શો દ્વારા તેણે પોતાના દીકરાને પણ ફેન્સ સાથે રૂબરુ કરાવ્યો છે.

શોમાં અરહાન ખાન તેની માતા મલાઈકા અરોરાના કપડાની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો. વળી, મલાઈકાએ તેના પુત્ર સાથેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં મલાઈકા અને અરહાન વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

અરહાન અને મલાઈકાની કેમેસ્ટ્રી

અરહાન અને મલાઈકાની કેમેસ્ટ્રી

જોકે અમુક યુઝર્સે મલાઈકા અને અરહાનને આવા અંદાજ માટે ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ ફોટામાં મલાઈકા અને અરહાન એકબીજાને ગળે મળતા અને મસ્તીના મૂડમાં જોવા મળે છે, જે તેમના ફેન્સને બિલકુલ નથી ગમી રહ્યુ.

યુઝરે લખ્યુ - આ તો અર્જૂન કપૂર કરતા પણ...

યુઝરે લખ્યુ - આ તો અર્જૂન કપૂર કરતા પણ...

મલાઈકાએ આ તસવીરો શેર કરીને લખ્યુ, 'વૉર્મ હગ્સ, ગૂફી સેલ્ફી અને કમ્ફર્ટ ફૂડ. રજાઓની મોસમ સારી રીતે પસાર થઈ!' ફેન્સને આ તસવીરોમાં અરહાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે અને કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યુ- આ તો અર્જૂન કપૂર કરતા પણ વધુ સ્માર્ટ છે.

અરહાને ઉડાવી માતાની મજાક

અરહાને ઉડાવી માતાની મજાક

તમને જણાવી દઈએ કે તેનો પુત્ર અરહાન 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'માં મલાઈકા સાથે જોવા મળ્યો હતો. બંનેની વાતો ફેન્સને ખૂબ ગમી. જો કે,અરહાને તેની માતાના કપડાની મજાક ઉડાવી તે વસ્તુએ સૌથી વધુ લોકોનુ ધ્યાન ખેંચ્યુ.

મલાઈકા કંઈ રિએક્ટ કરી શકી નહિ

તમને જણાવી દઈએ કે મલાઈકા આ શોમાં સુંદર ટૉપ પહેરીને આવી હતી. આને તેણે પેન્ટ સાથે પેર કર્યુ હતુ. મલાઈકાનો ડ્રેસ જોયા બાદ અરહાને તેની સરખામણી ટેબલ નેપકિન સાથે કરી હતી. અરહાને કહ્યુ કે તમે અત્યારે જેલના કેદી જેવા દેખાઈ રહ્યા છો. મલાઈકાની આ વાત પર મલાઈકા પણ કંઈ રિએક્ટ કરી શકી નહિ, બસ હસતી રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X