કાલિત લુકમાં ડોગી સાથે ફરવા નીકળી મલાઈકા અરોરા, લેટેસ્ટ લુક વાયરલ
બોલિવૂડ બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. મલાઈકાની ફેશન સેન્સ અને લવ સ્ટોરીને કારણે તેની સતત ચર્ચા થતી રહે છે. હાલમાં જ મલાઈકા અરોરા ડોગી સાથે ફરતી જોવા મળી હતી. હવે તેનો આ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.
મલાઈકા અરોરા મુંબઈના ખાર વિસ્તારમાં સ્પોટ થઈ હતી. અહીંથી મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડ્યો છે. ખારમાં જ્યારે મલાઈકા અરોરા કેમેરામાં કેદ થઈ ત્યારે તેની સાથે તેનો ડોગી પણ જોવા મળ્યો હતો. અહીં મલાઈકા અરોરા ડોગી સાથે કેમેરામાં કેદ થઈ હતી.

અહીં મલાઈકા અરોરા લોઅર અને ક્રોપ-ટોપમાં જોવા મળી હતી. મલાઈકા અરોરાએ લોઅર અને ક્રોપ-ટોપ પર કોટ પહેર્યો હતો. મલાઈકા આ લુકમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી હતી.
જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરનો જન્મદિવસ ઉજવ્યો છે. અહીંથી મલાઈકા અરોરાનો પાર્ટીમાં એક ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ બોલિવૂડનું મોસ્ટ પોપ્યુલર કપલ છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની જોડી કેટલાક લોકોને પસંદ આવે છે તો કેટલાક લોકો સતત મલાઈકા અને અર્જુનને ટ્રોલ કરતા રહે છે. બન્નેની ઉમર અને મલાઈકાના ડિવોર્સને લઈને પણ નિશાને રહે છે. મલાઈકા અરોરા છૂટાછેડા લઈ ચૂકી છે અને તેને એક પુત્ર છે. મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંને છૂટાછેડા લઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
